Social Media Sensation Urfi Javed: રાહુલ વૈદ્યએ ટ્વીટ કરી કહ્યું- મારી પત્નીએ મોકલી ન્યુડ તસવીર... ઉર્ફી જાવેદે જવાબ આપતા કહ્યું...

Social Media Sensation Urfi Javed: રાહુલ વૈદ્યએ ટ્વીટ કરતા લખ્યું હતું કે, 'આવનારા સમયમાં લોકો ફેશનના નામ પર ન્યુડ પોસ્ટ કરશે'. રાહુલના આ ટ્વીટ બાદ ઉર્ફી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી

Social Media Sensation Urfi Javed: રાહુલ વૈદ્યએ ટ્વીટ કરી કહ્યું- મારી પત્નીએ મોકલી ન્યુડ તસવીર... ઉર્ફી જાવેદે જવાબ આપતા કહ્યું...

Social Media Sensation Urfi Javed: અતરંગી કપડા અને ફેશન સેન્સને લઇને ઉર્ફી જાવેદ હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે રાહુલ વૈદ્યની કોમેન્ટ બાદ ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. થોડા દિવસ પહેલા સિંગર રાહુલ વૈદ્યએ ઉર્ફીના કપડા પહેરવાની સ્ટાઈલને લઇને ટોન્ટ માર્યો હતો. જો કે, ઉર્ફીએ તે સમયે તો રાહુલની ટ્વીટનો જવાબ આપ્યો ન હતો, પરંતુ હવે તેની ટ્વીટનો જવાબ આપ્યો છે.

રાહુલ વૈદ્યએ ટ્વીટ કરતા લખ્યું હતું કે, 'આવનારા સમયમાં લોકો ફેશનના નામ પર ન્યુડ પોસ્ટ કરશે'. રાહુલના આ ટ્વીટ બાદ ઉર્ફી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. જો કે, ઉર્ફી જાવેદમાં જો કાપેલા-ફાટેલા કપડા પહેરીને ફરવાનું હુનર છે તો તે લોકોને જવાબ આપી શકે છે. રાહુલ વૈદ્યની પોસ્ટ પર ઉર્ફીએ જવાબ આપતા ઇન્સ્ટા સ્ટોરીમાં લખે છે કે, મેં તેના પર ઘણું બધું બોલવાનું વિચાર્યું છે. આ પણ મારા માટે સીધુ નથી. આ નિવેદન સાચું નથી. 

આપણે બધા કંઇને કંઇ એવું કરીએ છીએ જે બીજાની નજરમાં યોગ્ય હોતું નથી. તેમ છતાં આપણે બધાને જજ શું કામ કરીએ છીએ. હું આ વાંચીને આશ્ચર્યમાં છું કે, મારી વાઈફે કોઈ છોકરીની ન્યુડ ફોટો મોકલ્યો છે. #relationshipgoals જો કે, આ પહેલા જ્યારે ઉર્ફી જાવેદને પાપારાઝીએ રાહુલ વૈદ્યની કોમેન્ટ પર અભિપ્રાય પૂછ્યો હતો, તો તેણે કહ્યું હતું કે, આ મારા વિશે નથી. વારંવાર પુછવા પર ઉર્ફીએ હસતા હસતા કહ્યું હતું કે, ટારગેટ કરશો નહીં. મને ટારગેટ કરો.

તે સમયે ભલે ઉર્ફીએ વાત હસવામાં કાઢી નાખી હતી. પરંતુ હવે તેનાથી બોલ્યા વગર રહેવાયું નહીં. ત્યારે હવે જોવાનું રહ્યું કે ઉર્ફીની કોમેન્ટ પર રાહુલ વૈદ્ય શું જવાબ આપે છે. જો કે, એવું લાગી રહ્યું છે કે, ઉર્ફી જાવેદને લાઈમ લાઈટમાં રહેવાની આદત પડી ગઈ છે. તે દરરોજ કંઇકને કંઇક એવું કરે છે, જેના કારણે સૌ કોઈની નજર તેના પર રહે. તાજેતરમાં જ ઉર્ફીએ ફરી એકવાર તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ અપડેટ કરી, જમાં તેણે તેના નામનો સ્પેલિંગ Urrfii ની જગ્યાએ Uorfi કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news