લગ્નના તાંતણે જોડાશે શ્રદ્ધા કપૂર! આ હેન્ડસમ હંકને કરી રહી છે ડેટ

જ્યાં સુધી પોતાની અંગત જિંદગી પર કંઇપણ બોલવાથી બચનાર બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર વિશે તાજેતરમાં જ આ સમાચાર સામે આવ્યા છે કે એક હેન્ડસમ હંકને ડેટ કરી રહી છે. તો બીજી તરફ એવી જાણકારી આવી રહી છે કે 2020માં શ્રદ્ધા કપૂર લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહી છે. 
લગ્નના તાંતણે જોડાશે શ્રદ્ધા કપૂર! આ હેન્ડસમ હંકને કરી રહી છે ડેટ

નવી દિલ્હી: જ્યાં સુધી પોતાની અંગત જિંદગી પર કંઇપણ બોલવાથી બચનાર બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર વિશે તાજેતરમાં જ આ સમાચાર સામે આવ્યા છે કે એક હેન્ડસમ હંકને ડેટ કરી રહી છે. તો બીજી તરફ એવી જાણકારી આવી રહી છે કે 2020માં શ્રદ્ધા કપૂર લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહી છે. 

સમાચાર અનુસાર શ્રદ્ધા કપૂર, રોહન શ્રેષ્ઠની સાથે રિલેશનશિપમાં છે, એટલું જ નહી બંનેના લગ્નને લઇને પણ ઘણી વાતો સામે આવી રહી છે. સમાચારો અનુસાર આ જોડી લગભગ બે વર્ષથી ડેટિંગ કરી રહી છે. તો બીજી તરફ એમ કહેવામાં આવી રહ્યું છે કે તે વર્ષ 2020માં લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. 

અમારી સહયોગી વેબસાઇટ ડીએનએના રિપોર્ટ અનુસાર એકવાર ફરી કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધા અને રોહન વાસ્તવમાં આગામી એક વર્ષ સુધી લગ્નના બંધનમાં બંધાઇ જશે અને તેની તૈયારીઓને કિકસ્ટાર્ટ કરવામાં આવી છે. સમાચારોમાં આગળ કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધાની માં શિવાંગી કપૂરના લગ્ન માટે ઝડપથી તૈયારીમાં જોડાઇ ગઇ છે. 

જોકે શ્રદ્ધા અને રોહને પોતાના સંબંધ વિશે કંઇપણ કહ્યું નથી કે શ્રદ્ધા કપૂરે રિપોર્ટ્સને નકારી કાઢતાં કહ્યું હતું કે 'આવું કોઇ નથી આ બધુ અફવા છે. આ પહેલાં શક્તિ કપૂરે મીડિયાને જણાવ્યું હતું કે ''તેમાં કોઇ સચ્ચાઇ નથી. શ્રદ્ધાની પાસે 4-5 વર્ષ સુધી કોઇની સાથે લગ્ન કરવાની યોજના નથી. તે હાલમાં પોતાના કેરિયર પર વધુ ફોકસ કરી રહી છે. 
Happy Birthday श्रद्धा कपूर: हैंडबॉल और फुटबॉल खिलाड़ी से ऐसे बनीं सुपरस्टार

તમને જણાવી દઇએ કે આગામી વર્ષમાં શ્રદ્ધા કપૂરની ઘણી ફિલ્મો રિલીઝ થવા જઇ રહી છે, જ્યાં આગામી મહિને 15 ઓગસ્ટના રોજ શ્રદ્ધા કપૂરની પ્રભાસ સ્ટારર આગામી ફિલ્મ 'સાહો' રિલીઝ થવા જઇ રહી છે તો આગામી વર્ષે 'સ્ટ્રીટ ડાન્સર 3 ડી', 'બાગી 3' મુખ્યરૂપથી સામેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news