Priyanka India Returns: 3 વર્ષ બાદ ભારત પરત ફરી પ્રિયંકા, મુંબઇ આવતાં જ સૌથી પહેલાં કર્યું આ કામ
વર્ષ 2019 બાદ પ્રિયંકા ભારત આવી નથી. તો બીજી તરફ ત્રણ વર્ષ બાદ પોતાના દેશ, પોતાના શહેર પરત ફરતાં પ્રિયંકાએ પોતાની કેબમાંથી મુંબઇના માર્ગોનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં એક ડાયરેશનમાં બોર્ડ બાંદ્રા, મંત્રાલય, અંધેરી અને ઘણી જગ્યાઓના નામ અને ડાયરેક્શન જોવા મળી રહ્યા છે. તેને શેર કરતાં તેમણે લખ્યું 'મુંબઇ મેરી જાન'
Trending Photos
Priyanka's Post After She Landed Mumbai: બોલીવુડ દેસી ગર્લ પ્રિયંકા ચોપડાના નામનો ડંકો હવે દુનિયાભરમાં વાગે છે. સફળતાનો સ્વાદ તેમણે ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ ચાખી લીધો છે. તે ગત કેટલા વર્ષોથી પોતાના પતિ નિક, પુત્રી માલતી અન પરિવારજનો સાથે વિદેશ રહે છે. જોકે દૂર રહીને પણ તે પોતાના ઇન્ડીયન ફેન્સ સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલી રહે છે. તો બીજીતરફ હવે તેમના ચાહનારાઓ માટે અભિનેત્રી સાથે જોડાયેલા એક ખુશીના સમાચાર છે.
ભારતની ધરતી પર પગ મુકી ચૂકી છે પ્રિયંકા
જોકે, અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર લગભગ ત્રણ વર્ષ બાદ પોતાના ભારત પરત ફરવાની જાણકારી શેર કરી છે. તે મુંબઇ એરપોર્ટ પર પહોંચી તો તેમને કેમેરામાં કેદ કરવા માટે પાપારાઝી વચ્ચે હોડ મચી ગઇ. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે. પ્રિયંકાએ મુંબઇ પહોંચીને ઘણી બધી પોસ્ટ પણ શેર કરી છે. તેના દ્વારા તેમણે બતાવ્યું કે તે પોતાના દેશ પરત ફરીને શું-શું કરી રહી છે.
મુંબઇ પહોંચતાં જ મોરબી બ્રિજ અકસ્માત પર બોલી પ્રિયંકા
મુંબઇ પહોંચતાં જ પ્રિયંકા ચોપડાએ ગુજરાતના મોરબીમાં થયેલા બ્રિજ અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે એક બ્રિજ અને બચાવ રાહત કાર્યનો ફોટો શેર કરતાં લખ્યું 'દિલને દુખ પહોંચાડનાર...મારી સંવેદના તે તમામ લોકો માટે છે. જે ગુજરાતમાં બ્રિજ તૂટી જવાથી ઇજાગ્રસ્ત થયા છે. તેમના જલદી સાજા થવાની પ્રાર્થના કરુ છું. જે લોકોનું આજે નિધન થયું તેમના માટે હું પ્રાર્થના કરુ છું.'
પ્રિયંકાએ જોયો કરણનો ચેટ શો
પ્રિયંકા ચોપડાએ એક ટીવી સ્ક્રીનની તસવીર પણ શેર કરી છે. જેમાં તે કરણ જોહર (Karan Johar) નો ચેટ શો 'કોફી વિથ કરણ' (Koffee With Karan) જોઇ રહી છે. આ ફોટાને શેર કરતાં તેમણે લખ્યું 'જો તમે ટીવી પર કરણ જોહરનો સામનો ન કરો તો તમે મુંબઈમાં નથી'.
ત્રણ વર્ષ બાદ ભારત પરત ફરીને ખુશ છે પ્રિયંકા
વર્ષ 2019 બાદ પ્રિયંકા ભારત આવી નથી. તો બીજી તરફ ત્રણ વર્ષ બાદ પોતાના દેશ, પોતાના શહેર પરત ફરતાં પ્રિયંકાએ પોતાની કેબમાંથી મુંબઇના માર્ગોનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં એક ડાયરેશનમાં બોર્ડ બાંદ્રા, મંત્રાલય, અંધેરી અને ઘણી જગ્યાઓના નામ અને ડાયરેક્શન જોવા મળી રહ્યા છે. તેને શેર કરતાં તેમણે લખ્યું 'મુંબઇ મેરી જાન'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે