ધર્મ પર શાહરૂખનું નિવેદન- હું મુસલમાન, પત્ની હિન્દુ અને મારા બાળકો હિન્દુસ્તાન

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાને હાલમાં ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ પ્લસ 5'માં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે પોતાના બાળકોના ધર્મ વિશે ખુલીને વાત કરી હતી. સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. 
 

ધર્મ પર શાહરૂખનું નિવેદન- હું મુસલમાન, પત્ની હિન્દુ અને મારા બાળકો હિન્દુસ્તાન

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાને હાલમાં ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ પ્લસ 5'માં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે પોતાના બાળકોના ધર્મ વિશે ખુલીને વાત કરી હતી. સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

આ વીડિઓમાં શાહરૂખ ખાને કહ્યું, 'મારી પત્ની હિન્દુ છે અને હું મુસલમાન છું અને મારા બાળકો હિન્દુસ્તાન છે. ઘણીવાર શાળામાં એક ફોર્મ ભરવું પડે છે, જેમાં ધર્મનો ઉલ્લેખ કરવાનો હોય છે. એકવાર મારી પુત્રી નાની હતી તો તેણે મને પૂછ્યું કે પપા આપણે ક્યાં ધર્મના છીએ તો મેં તે ફોર્મમાં લખ્યું કે, અમે ભારતીય છીએ. પછી તો કોઈ ધર્મની વાત થતી નથી.' શાહરૂખ ખાનનો આ વીડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકોને તેમનો જવાબ ખુબ પસંદ આવી રહ્યો છે. 

શાહરૂખ ખાને શેર કર્યો રસપ્રદ VIDEO! લોકો પૂછવા લાગ્યા, ' શું નવી ફિલ્મની હિન્ટ છે?'

શાહરૂખ ખાન હંમેશા તહેવારોના ફોટો શેર કરતા રહે છે. તેઓ ઈદ અને દીવાળી પર પણ શાનદાર ઉજવણી કરતા જોવા મળે છે. પાછલા વર્ષે ગણેશ પૂજા પર ઘરમાં ગણેશની મૂર્તિની સાથે અબરામના ફોટોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. શાહરૂખે ફોટો શેર કરીને ફેન્સને તહેવારની શુભેચ્છા આપી હતી. ઈદ પર પણ તે પોતાના પુત્ર સાથે જોવા મળ્યા હતા. 

— Neel Joshi (@neeljoshiii) January 25, 2020

વર્ક ફ્રંટની વાત કરીએ તો શાહરૂખ ખાન છેલ્લે 2018માં આનંદ એલ રાયની ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તેમની સાથે અનુષ્કા અને કેટરીના પણ હતી. ઝીરો બાદ શાહરૂખે ફિલ્મોમાંથી લાંબો બ્રેક લીધો છે. પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં માહિતી છે કે તેઓ ટૂંક સમયમાં પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news