Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ, સલમાન ખાનનો ડાયલોગ અને એકશન છે દમદાર, જુઓ તમે પણ
Sikandar Teaser Release: સલમાન ખાનની મચઅવેટેડ ફિલ્મ સિકંદરની પહેલી ઝલક જોવા મળી છે. આ ફિલ્મનું દમદાર ટીઝર રિલીઝ થયું છે અને સાથે જ ફરી એકવાર સલમાન ખાન છવાઈ ગયો છે.
Trending Photos
Sikandar Teaser Release: સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. સિકંદર ફિલ્મ સલમાન ખાનના મિત્ર સાજીદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મના ટીઝરમાં સલમાન ખાન અલગ જ અવતારમાં જોવા મળે છે. ટીઝર જોઈને એક વાત નક્કી છે કે આ ફિલ્મમાં સલમાન ખાન દમદાર એક્શન કરતો જોવા મળશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયાની સાથે જ વાઈરલ થવા લાગ્યું છે.
સિકંદર ફિલ્મનું ટીઝર 28 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું. ટીઝર યુટ્યુબથી લઈને સોશિયલ મીડિયા પર ફિલ્મ મેકર્સ દ્વારા શેર કરવામાં આવ્યું છે. ટીઝરમાં સલમાન ખાનનો નવો અવતાર, નવો લુક જોવા મળે છે. ફિલ્મના આ પહેલા ટીઝરમાં એક ડાયલોગ સલમાન ખાન બોલે છે જે ટીઝરને વધારે પાવરફુલ બનાવે છે.
સિકંદર ફિલ્મના ટીઝરની શરૂઆત ધમાકેદાર મ્યુઝિકથી થાય છે. ટીઝરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સ્ટ્રોંગ છે. ટીઝરમાં જોવા મળે છે કે ઘણા બધા દુશ્મન સિકંદરની પાછળ પડેલા છે. પરંતુ સિકંદર એક ઝટકામાં જ બધા તો સફાયો કરે છે. ફિલ્મના ટીઝરમાં સલમાન ખાન દમદાર ડાયલોગ બોલે છે.
સોશિયલ મીડિયાથી લઈને યુટ્યુબ પર સિકંદર ફિલ્મનું ટીઝર ટ્રેન્ડ કરવા લાગ્યો છે. ગણતરીની કલાકોમાં જ ફિલ્મના ટીઝર ને લાખો લોકોએ જોયું છે. લોકો ફિલ્મના ટીઝર પર પોતાના અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે
સિકંદર ફિલ્મનું ડાયરેક્શન એ આર મૂરુગડોસે કર્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને સાજીદ ફરી એક વખત સાથે આવ્યા છે. છેલ્લે કીક ફિલ્મમાં બંને સાથે હતા. સલમાન ખાનની ફિલ્મ સિકંદર વર્ષ 2025 માં ઈદ પર રિલીઝ થવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે