યૂરોપની હોટલમાં તે રાત્રે સુશાંતની સાથે શું થયું? રિયા ચક્રવતીએ ED ને સંભળાવી કહાણી
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની માનસિક સ્થિતિ ખરાબ થવાના કારણ શું કોઇ એક તસવીર હોઇ શકે છે. ઇડી (Enforcement Directorate- ED)ની પૂછપરછ રિયા ચક્રવર્તીએ જણાવ્યું કે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં તે લોકો યૂરોપ ટ્રિપ પર ગયા હતા.
Trending Photos
મુંબઇ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની માનસિક સ્થિતિ ખરાબ થવાના કારણ શું કોઇ એક તસવીર હોઇ શકે છે. ઇડી (Enforcement Directorate- ED)ની પૂછપરછ રિયા ચક્રવર્તીએ જણાવ્યું કે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં તે લોકો યૂરોપ ટ્રિપ પર ગયા હતા. ત્યાંની એક હોટલના રૂમમાં સુશાંત સિંહ રાજપૂતે એક એક તસવીર જોઇ અને ત્યારબાદ સુશાંત સિંહ રાજપૂતની માનસિક સ્થિતિ ખરાબ થવા લાગી. રિયાએ ઇડીને જણાવ્યું કે તસવીરને જોયા બાદ સુશાંત રુદ્રાક્ષની માળાના જાપ કરવા લાગ્યો હતો. એટલું જ નહી આ લોકોએ યૂરોપ બાદ ઓસ્ટ્રિયા જવાનું હતું. પરંતુ સુશાંત સિંહ રાજપૂતની હાલત વધુ ખરાબ થતાં તે ગયા નહી અને ભારત પરત આવી ગયા.
આવા કેસમાં માનસિક રોગોના ડોક્ટર સાગર મુંદડાનું કહેવું છે કે આમ થવાના ખૂબ ઓછા ચાન્સ છે. તમને જણાવી દઇએ કે રિયા ચક્રવતીએ આ ટ્રાવેલ હિસ્ટ્રી 10 ઓગસ્ટ 2019થી માંડીને 25 ફેબ્રુઆરી 2020 સુધીની છે. 13 ઓક્ટોબર 2019ના રોજ જ્યારે સુશાંત સિંહ રાજપૂત રિયા ચક્રવર્તી સાથે ઇટલી પહોંચ્યો, તો તેમની તબિયત ખરાબ થવાનું શરૂ થઇ ગયું હતું.
3 ઓગસ્ટથી માંડીને 9 ઓક્ટોબર સુધી રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી અને સુશાંત સિંહ ફ્રાન્સમાં રોકાયા. 9 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી આ ત્રણેય સ્વિત્ઝરલેંડમાં રોકાયા. 11 ઓક્ટોબરના રોજ આ ત્રણેય ફ્રાંસ પરત ફર્યા, પરંતુ રિયા ચક્રવર્તી, સુશાંત સિંહ અને શોવિકને લઇને સ્વિત્ઝરલેંડ આવી ગયા અને 12 ઓક્ટોબર સુધી ત્યાં રોકાયા.
એક જ દિવસમાં આટલું ટ્રાવેલ કેમ કરવામાં આવ્યું, તેની તપાસ તપાસ એજન્સેઓને ખબર પડી નથી અને આ વાત હવે શંકાના દાયરામાં પણ છે. 2 વાર ફ્રાંસ જવું પછી પાછું સ્વિત્ઝરલેંડ પરત ફરવું, કારણ કે ત્યારબાદ જ્યારે 13 ઓક્ટોબરના રોજ સુશાંત સિંહ, રિયા ચક્રવર્તી અને શોવિક સાથે ઇટલી આવ્યા, ત્યારે સુશાંત સિંહની તબિયત ખરાબ થવાનું શરૂ થઇ ગયું હતું.
ત્યારબાદ આ ત્રણેય 21 ઓક્ટોબર સુધી ઇટલીમાં રોકાયા, અને સુશાંત સિંહની તબિયત સતત બગડતી ગઇ. રિયા ચક્રવતીની કહાનીમાં જે વારંવાર હોટલના રૂમમાં પેટિંગ, ભૂત પ્રેતની કહાની સામે આવી રહી છે, તે આ સમયગાળાની છે. 21 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી આ ત્રણેય ઓસ્ટ્રિયામાં રોકાયેલા અને પછી સુશાંત સિંહની જીદ બાદ 28 ઓક્ટોબર 2019ના રોજ આ લોકો મુંબઇ પરત ફર્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે