નેહા કક્કડનું બોયફ્રેન્ડ સાથે થયું બ્રેકઅપ, ઇન્સ્ટા પર જાહેર કરી અંગત લાગણી
ગાયક નેહા કક્કડ અને હિમાંશ કોહલીનું બ્રેકઅપ થઈ ગયું છે
Trending Photos
નવી દિલ્હી : બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કડ હાલમાં જિંદગીના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તેની હિમાંશ કોહલી સાથેની લવ સ્ટોરીનો હવે અંત આવી ગયો છે. પોતાના બ્રેકઅપના દર્દથી નેહા બહાર નથી નીકળી શકી. હાલમાં જ તે ઈન્ડિયન આઈડલના સેટ પર રડવા લાગી હતી. એક સ્પર્ધકે રોમાન્ટિક લવ સોન્ગ ગાતા અને તે ઈમોશનલ થઈ ગઈ અને સેટ પર જ રડવા લાગી. 13 ડિસેમ્બરથી શોના શૂટિંગ દરમિયાન સેટ પર તેનું હાસ્ય પણ ગાયબ હતું. નેહા ખુશમિજાજી વ્યક્તિ છે અને હંમેશા તેના ચહેરા પર હાસ્ય જોવા મળે છે પરંતુ આ સમય દરમિયાન તે ખૂબ જ ઉદાસ અને ગંભીર જોવા મળી.
નેહા એક્ટર હિમાંશ કોહલી સાથે રિલેશનમાં હતી. ત્રણ મહિના પહેલા જ નેહાને ઈન્ડિયન આઈડલ 10ના સેટ પર હિમાંશુએ પ્રપોઝ કર્યું હતું. બંને ચાર વર્ષથી એક-બીજાને ડેટ કરી રહ્યા હતા. આ બાદ બંને ઘણીવાર સાથે જોવા મળ્યા. જોકે થોડા દિવસોથી નેહાની પોસ્ટમાં જોવા મળે છે કે બ્રેકઅપથી તે ખરાબ રીતે ભાંગી પડી છે.
બંનેએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. નેહાએ ઘણીબધી ઈન્સ્ટા સ્ટોરી દ્વારા પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. નેહાએ લખ્યું કે, ‘મને ખબર નહોતી કે દુનિયામાં આટલા ખરાબ લોકો પણ રહે છે… બધુ ગુમાવીને ભાનમાં હવે આવ્યા, તો શું કર્યું…’ બીજી પોસ્ટમાં નેહાએ લખ્યું છે કે, ખબર છે કે બધા લોકો હવે આ વિશે વાત કરવા લાગ્યા છે. લોકો મારા વિશે મત વ્યક્ત કરશે. કેટલાક તો એવું પણ કહેશે જે મેં કર્યું પણ નથી. પરંતુ કોઈ વાત નહીં આ બધુ સાંભળવાની અને સહન કરવાની હવે મને આદત પડી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે