Birthday Special : પ્રેગનન્સીમાં રેપ સીન શૂટ કરવાને કારણે હિરોઇને તાબડતોબ દોડવું પડ્યું હતું હોસ્પિટલ
આ હિરોઇને લગ્ન પછી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી અને 110 કરતા વધારે ફિલ્મોમાં કામ કરી ચુકેલી આ એક્ટ્રેસનો આજે 71મો જન્મદિવસ છે. આ દિવસે તેના જીવનની કેટલીક રસપ્રદ ઘટનાઓ જાણવી જરૂરી છે.
Trending Photos
નવી દિલ્હી : રોટી કપડા ઔર મકાન, બાલિકા વધુ, કચ્ચે ધાગે તેમજ પીકુ જેવી જબરદસ્ત ફિલ્મોમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ મૌસમી ચેટરજી દરેક ઝોનની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેનું નામ એ ગણતરીની હિરોઇનોમાં શામેલ છે જેમણે લગ્ન પછી ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. મૌસમી પોતાના કામ પ્રત્યે એટલી ક્રેઝી હતી કે એક સીન પછી તેણે તાબડતોબ હોસ્પિટલ પહોંચવું પડ્યું હતું. 110 કરતા વધારે ફિલ્મોમાં કામ કરી ચુકેલી આ એક્ટ્રેસનો આજે 71મો જન્મદિવસ છે.
હિન્દી સિનેમાની એક્ટ્રેસ મૌસમી ચેટરજીનો જન્મ 26 એપ્રિલ, 1948ના દિવસે બંગાળમાં થયો હતો. મૌસમીની કરિયરમાં મનોજ કુમારની ફિલ્મ રોટી કપડા ઔર મકાન સૌથી સફળ ફિલ્મોમાંથી એક છે. જોકે આ ફિલ્મમાં રોલ કરવા માટે મૌસમીએ કરેલી મહેનત વિશે જાણશો તો તેના ચાહક બની જશો. આ ફિલ્મમાં મૌસમીએ બળાત્કાર પીડિતનો રોલ કર્યો હતો અને તેણે આ રોલ પોતાની પ્રેગનન્સી દરમિયાન શૂટ કર્યો હતો. દીપિકા પાદુકોણની ફિલ્મ પિકુની રિલીઝ દરમિયાન મૌસમીએ જણાવ્યું હતું કે આ સીનમાં વિલન મારું બ્લાઉઝ ખેંચવાનો હતો. મને ચિંતા એ વાતની હતી કે આ સીન કઈ રીતે શૂટ થશે કારણ કે એ સમયે હું પ્રેગનન્ટ હતી.
આ સીટ શૂટ કરવાનો પોતાનો અનુભવ જણાવતા મૌસમીએ કહ્યું હતું કે ''મેં આ સીન માટે બે બ્લાઉઝ પહેર્યા હતા અને વિલન મારું ઉપરનું બ્લાઉઝ ખેંચવાનો હતો. આ શૂટિંગ દરમિયાન મારા ઉપર બહુ લોટ પડી ગયો હતો. હું એ સમયે પ્રેગનન્ટ હતી અને શૂટિંગ દરમિયાન પડવાને કારણે મને બ્લિડિંગ થવા લાગ્યું હતું. મને હોસ્પિટલ લઈ જવામાં આવી અને સદનસીબે મારા બાળકને કંઈ નહોતું થયું.''
એક્ટ્રેસ મૌસમી ચેટરજીએ ગાયક હેમંત કુમારના દિકરા અને ફિલ્મ પ્રોડ્યુસર જયંત મુખરજી સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ પાયલ અને મેઘા છે. મૌસમીને ફિલ્મ રોટી કપડા ઔર મકાન માટે 1974માં બેસ્ટ એક્ટ્રેસ ઇન સપોર્ટિંગ રોલનો અવોર્ડ મળ્યો હતો. 2015માં મૌસમી પિકુ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાળીના રોલમાં જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે