રિલીઝ પહેલાં અહીં જોવા મળશે 'સાંડ કી આંખ'! ડાયરેક્ટરે વ્યક્ત કરી ખુશી

મુંબઇમાં જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલની 21મી એડિશન (Jio Mami Film Festival)નું સમાપન દિવાળીના અવસર પર આગામી ફિલ્મ 'સાંડ કી આંખ (Saand Ki Aankh)' સાથે થશે. તુષાર હીરાનંદાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ભારતની બે સૌથી ઉંમરલાયક શાર્પશૂટર પ્રકાશી તોમર અને ચંદ્વો તોમરની જીંદગી પર આધારિત છે

રિલીઝ પહેલાં અહીં જોવા મળશે 'સાંડ કી આંખ'! ડાયરેક્ટરે વ્યક્ત કરી ખુશી

નવી દિલ્હી: મુંબઇમાં જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલની 21મી એડિશન (Jio Mami Film Festival)નું સમાપન દિવાળીના અવસર પર આગામી ફિલ્મ 'સાંડ કી આંખ (Saand Ki Aankh)' સાથે થશે. તુષાર હીરાનંદાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ભારતની બે સૌથી ઉંમરલાયક શાર્પશૂટર પ્રકાશી તોમર અને ચંદ્વો તોમરની જીંદગી પર આધારિત છે જેમણે મોટા પડદા પર તાપસી પન્નૂ (Taapsee Pannu) અને ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) એ ભજવ્યું છે. 
Taapsee Pannu and Bhumi Pednekar for Trailer launch of SAAND KI AANKH

આ ફિલ્મ 25 ઓક્ટોબરના રોજ સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવશે, પરંતુ તેના ઠીક દિવસ પહેલાં એટલે કે 24 ઓક્ટોબરના રોજ મામી ફિલ્મ ફેસ્ટિવલમાં આ બતાવવામાં આવશે. 

અનુરાગ કશ્યપ, રિલાયન્સ એન્ટરટેનમેન્ટ અને નિધિ પરમારે મળીને તેને પ્રોડ્યૂસ કરી છે. 

સ્ક્રીનિંગ વિશે તુષારે જણાવ્યું હતું કે ''આ મારા અને મારી ટીમ માટે ગર્વની વાત છે કે મારી પહેલી નિર્દેશિત ફિલ્મ મામીના સમાપન સમારોહમાં બતાવવામાં આવશે. મને આશા છે કે આ પ્રતિષ્ઠિત સમારોહમાં દર્શકો દ્વારા તેને પસંદ કરવામાં આવશે.'' 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news