પૂછપરછ પહેલા સલમાનને મળ્યો અરબાઝ, વકીલ અને શેરા સાથે પહોંચ્યો થાણા ક્રાઈમ બ્રાન્ચ
આઈપીએલમાં કથિત રીતે સટ્ટાબાજીમાં સંડોવણી મામલે થાણે પોલીસ બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા અરબાઝ ખાનની આજે પૂછપરછ કરવા જઈ રહી છે.
Trending Photos
નવી દિલ્હી/મુંબઈ: આઈપીએલમાં કથિત રીતે સટ્ટાબાજીમાં સંડોવણી મામલે થાણે પોલીસ બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા અરબાઝ ખાનની આજે પૂછપરછ કરવા જઈ રહી છે. પૂછપરછ પહેલા અરબાઝ ખાન મોટા ભાઈ સલમાન ખાનને 9.30 વાગ્યે મળવા બાન્દ્રા ખાતેના ગેલેક્ઝી એપાર્ટમેન્ટ પહોંચ્યો હતો. બંને વચ્ચે લાંબા સમય સુધી વાતચીત ચાલી. ત્યારબાદ અરબાઝ બહાર નીકળ્યો અને આમ તેમ જોઈને પોતાની ગાડીથી રવાના થઈ ગયો. ક્રાઈમ બ્રાન્ચ થાણા જતા સમયે અરબાઝ સાથે સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા અને વકીલ પણ હાજર હતાં.
#WATCH: Actor-producer Arbaz Khan appears before Thane Anti-Extortion Cell, he was summoned in connection with probe of an IPL betting case. #Maharashtra pic.twitter.com/Yw5tmloxud
— ANI (@ANI) June 2, 2018
સલમાનનો બોડીગાર્ડ શેરા પણ સાથે છે
સલમાન ખાન સાથે મુલાકાત કર્યા બાદ અરબાઝ જેવો બહાર નીકળ્યો કે તેની સાથે શેરા પણ હાજર હતો. અત્રે જણાવવાનું કે શેરા સલમાન ખાનનો ખાસ બોડીગાર્ડ છે. જે સમયે સલમાન જોધપુર જેલમાં બંધ હતો ત્યારે શેરા પણ તેની સાથે જ હતો. શેરા સલમાનનો ખાસમખાસ ગણાય છે.
જાણો પિતાએ આપ્યું શું રિએક્શન
પુત્ર અરબાઝ ખાન પર જે સવાલો ઉઠી રહ્યાં છે તેના પર પિતા સલીમ ખાનને જ્યારે મીડિયાકર્મીઓએ સવાલ કર્યો તો તેમણે તેને બકવાસ ગણાવ્યો હતો. સલીમ ખાન સવાર સવારમાં મુંબઈના દરિયા કિનારે મોર્નિંગ વોક માટે આવ્યાં હતાં. તે સમયે કેટલાક મીડિયાકર્મીઓએ તેમને સવાલો પૂછ્યા હતાં. જેના પર તેમણે પ્રતિક્રિયા આપતા જવાબ આપવાની ના પાડી અને તેને બેકાર ગણાવ્યાં.
શું છે સમગ્ર મામલો?
આઈપીએલમાં કથિત સટ્ટાબાજી મામલે થાણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અરબાઝ ખાનને શુક્રવારે નોટિસ પાઠવીને આજે પૂછપરછ માટે બોલાવ્યો છે. પોલીસના જણાવ્યાં અનુસાર અરબાઝને મોકલવામાં આવેલા પત્રમાં પોલીસે તેની એક કથિત સટોડિયાની ધરપકડના સંદર્ભમાં તપાસમાં સામેલ થવા માટે કહ્યું છે. સટોડિયો હાલમાં જ પૂરી થયેલી આઈપીએલ દરમિયાન કથિત રીતે સટ્ટો લગાવતો હતો. થાણે પોલીસ ક્રાઈમ બ્રાન્ચના એઈસીએ 15મી મેના રોજ આ ગંગનો પર્દાફાશ કર્યો હતો અને મુંબઈમાં સોનૂ જાલાન ઉર્ફે સોનૂ મલાડ સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. જાલાન દેશના ટોચના સટોડિયામાં સામેલ છે.
એઈસીના પ્રમુખ વરિષ્ઠ નિરીક્ષણ પ્રદીપ શર્માએ કહ્યું કે તપાસ દરમિયાન જાલાન અને અરબાઝના કનેક્શન અંગે માલુમ પડ્યું. અભિનેતાને આ સંદર્ભે એઈસી કાર્યાલયમાં હાજર થવા જણાવાયું છે. એક અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમને શક છે કે ખાને આઈપીએલની મેચોમાં સટ્ટો લગાવ્યો હતો અને તેના બેંક લેણ દેણની તપાસ કરવા માંગીએ છીએ.
અધિકારીએ ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછનો હવાલો આપતા જણાવ્યું કે અરબાઝ ખાન સટ્ટામાં જાલાન આગળ કથિત રીતે 2.80 કરોડ રૂપિયા હારી ગયો હતો અને આ રકમ ચૂકવી રહ્યો નહતો. ત્યારબાદ સટોડિયાએ અભિનેતાને ધમકી આપી હતી. અનેક પ્રયત્નો બાદ પણ અરબાઝ ખાન સાથે સંપર્ક થઈ શક્યો નહીં. જાલાન મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલીથી સટ્ટાની કામગીરી ચલાવતો હતો.
અરબાઝને બાંદ્રા સ્થિત રહેઠાણ પર મોકલવામાં આવેલા સમનમાં જણાવાયું છે કે જાલાને ડોમ્બિવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આઈપીસીની કલમ 420, 465, 468, 471, અને સટ્ટા કાયદાની કલમ 4 (એ) તથા આઈટી કાયદાની કલમ 66 (એ) હેઠળ ધરપકડ કરાયો છે. અધિકારીએ જણાવ્યું કે જાલાનને આઈપીએલની મેચમાં સટ્ટો લગાવવા બદલ 2012માં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પણ પકડ્યો હતો. જાલાનની પોલીસ રિમાન્ડ આજે સમાપ્ત થઈ રહી છે.
પૂછપરછ દરમિયાન આ સવાલો પૂછવામાં આવશે.
1. તમારી અને સોનૂની દોસ્તી કેટલી જૂની છે?
2. પહેલીવાર સોનૂ સાથે મુલાકાત ક્યારે થઈ?
3. તમે સોનૂ સાથે કેટલીવાર મળી ચૂક્યા છો અને જ્યારે મુલાકાત થતી ત્યારે ત્યાં બીજા પણ લોકો રહેતા હતાં?
4. સોનૂનું બોલિવૂડમાં કોની કોની સાથે કનેક્શન છે?
5. શું તમને ખબર છે કે સોનૂ ક્રિકેટ મેચમાં સટ્ટો લગાવે છે?
6. શું તમને માલૂમ છે કે સોનૂના અંડરવર્લ્ડ સાથે સંબંધ છે?
7. તમે કેટલીવાર મેચોમાં રૂપિયા લગાવ્યાં?
8. 3 કરોડનો મામલો છે, જેને લઈને સોનૂ તમને બ્લેકમેઈલ કરે છે?
9. જે વીડિયો બનાવવામાં આવ્યો છે તે ક્યાંનો છે?
10. તમારી સાથે બીજુ કોણ કોણ આમાં સામેલ છે?
11. શું સલમાન ખાનને આ બધા વિશે ખબર છે?
12. તમે સટ્ટાબાજી કરો છે તે વિશે પરિવારમાં બીજા કોણ જાણે છે?
13. અત્યાર સુધી કેટલા રૂપિયા લગાવી ચૂક્યા છો?
14. દુબઈની મીટિંગ અગે જણાવો?
15. શું અંડરવર્લ્ડ સાથે સંબંધો છે, કોને કોને જાણો છો?
16. શું તમારી ફિલ્મોમાં પણ અંડરવર્લ્ડે રૂપિયા લગાવ્યાં છે?
7. ફિલ્મ દબંગ અને દબંગ-2માં કોના રૂપિયા લાગ્યાં?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે