આલિયાને 12 વર્ષની વયે મળ્યો હતો ભણસાલીની હિરોઇન બનવાનો ચાન્સ પણ 'આ' એક્ટરે મારી હતી ફાચર
આ ફિલ્મનું ફોટોશૂટ પણ થઈ ગયું હતું
Trending Photos
મુંબઈ : બોલિવૂડમાં હાલમાં મોટી જાહેરાત થઈ છે કે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ઇન્શાલ્લાહમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટની જોડી કામ કરી રહી છે. આ વાતની જાણકારી સલમાને પોતે પોતાના ટ્વિટરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. આમ, આલિયા પહેલીવાર સંજય લીલા ભણસાલીની હિરોઇન તરીકે જોવા મળશે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે આલિયાને આ પહેલાં પણ એકવાર સંજય લીલા ભણસાલીની એક ફિલ્મ ઓફર થઈ હતી.
હકીકતમાં આલિયા જ્યારે 12 વર્ષની હતી ત્યારે તેને સંજય લીલા ભણસાલીની એક ફિલ્મ ઓફર થઈ હતી. આ ફિલ્મ માટે એક ફોટોશૂટ પણ કરવામાં આવ્યું હતું પણ કમનસીબે આ ફિલ્મ ક્યારેય ફ્લોર સુધી પહોંચી નહોતી શકી. આ ફિલ્મની સ્ટોરી 'બાલિકા વધૂ' જેવી હતી અને એમાં આલિયા સાથે રણબીર કપૂરને પણ લોન્ચ કરવાનું પ્લાનિંગ હતું. આ સમયે રણબીરની વય વીસેક વર્ષ હતી અને તેની પહેલી ફિલ્મ હજી રિલીઝ થઈ નહોતી.
મળતી માહિતી પ્રમાણે રણબીર અને આલિયાએ ફિલ્મ માટે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જોકે કોઈ કારણોસર રણબીરનો આ ફિલ્મમાંથી રસ ઉડી જતા તેણે સાંવરિયાથી બોલિવૂડમાં એન્ટ્રી લેવાનું પસંદ કર્યું અને આલિયા સાથેની ફિલ્મ શરૂ ન થઈ શકી. આમ, જો રણબીરે ફાચર ન મારી હોત તો આલિયા બહુ સમય પહેલાં જ સંજય લીલા ભણસાલીની હિરોઇન બની ગઈ હોત અને દર્શકોને રણબીર-આલિયાની જોડી જોવા મળી હોત.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે