ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકોરે કોના પર કર્યો ગુસ્સો? વીડિયો શેર કરી કહ્યું, તમારા બાપની...
Japar Thakar Death : અમદાવાદમાં રોડ અકસ્માતમાં ગુજરાતી ફિલ્મોના આસિસ્ટન્ટ ડિરેક્ટર જપન ઠાકરનું મોત... એક્ટર મલ્હાર ઠાકરે શોક વ્યક્ત કર્યો
Trending Photos
Malhar Thakar Video : અમદાવાદના એસજી હાઈવે પર રાતના સમયે નબીરાઓ રેસિંગ કરવા નીકળી પડે છે. આવા કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે હાલમાં જ રાત્રે સોલા ઓવર બ્રિજ સત્યમેવ કોમ્પ્લેક્સની સામે એક કારચાલકે એક એક્ટિવા ચાલકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જપન ઠાકર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા હતા. તેમના નિધનથી ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે ગુજરાતના ફેમસ એક્ટર મલ્હાર ઠાકરે જપન ઠાકરના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. આ ઘટના અંગે મલ્હાર ઠાકરે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે પોતાનો અંગત મિત્ર અને તેમની ડીરેક્શન ટીમનો જપન ઠાકર (Japan Thakar) હવે આ દુનિયામાં રહ્યો નથી.
આસિસટન્ટ ડિરેક્ટર જપન ઠાકરનું મોત
જપન ઠાકર ગુજરાતી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ '3 એક્કા' ના શૂટિંગમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા હતા. 26 વર્ષીય જપન ઠાકર અને એક્ટર મલ્હાર ઠાકર ખાસ મિત્રો હોવાનું જાણવા મળે છે. જપન ઠાકોર એક દિવસ પહેલા એસજી હાઈવે પર પોતાની એક્ટિવા લઈને જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવાને પાછળના ભાગે ટક્કર મારી હતી. જેથી તેઓ નીચે પટકાયા હતા, અને ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યુ હતું.
જપન ઠાકરનું અકસ્માતમાં મોત થતાં એક્ટર મલ્હાર ઠાકરે ભારે દુ:ખ વ્યક્ત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેઓએ જપન ઠાકરના પરિપાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ હાઈવે પર રેસિંગ કરતા નબીરાઓ પર રોષ ઠાલવ્યો છે. તેઓએ કહ્યું કે, વાહનચાલકોને પોતાની જવાબદારીનું ભાન થવું જોઈએ.
મલ્હાર ઠાકરે શું કહ્યું...
જપન ઠાકરનું મૃત્યુ થયું તે સાંભળીને સવારે આઘાત લાગ્યો. તે રાતે ફિલ્મ જોઈ એક્ટિવા પર ઘરે જનારો છોકરો, કોઈ ગાડીવાળો રેશ ડ્રાઈવિંગ કરીને આવ્યો ને ઉડાવ્યો. રેશ ડ્રાઈવિંગ કરનારા લોકોને મારે એટલુ જ કહેવુ છે કે, શાંતિ રાખો. આગળ જઈને પોતાના સપનાઓ પાછળ ભાગનારો સતત કાર્યરત રહેતો આસિસ્ટન્ટ ડિરેક્ટર જપન ઠાકર હવે અમારી વચ્ચે નથી. જેટલા પણ લોકો રેશ ડ્રાઈવિંગ કરે છે તેમને નમ્ર વિનંતી કે બંધ કરી દો. તમારા રેશ ડ્રાઈવિંગને કારણે કોઈનો જીવ જાય છે તેનુ ધ્યાન રાખવું એ તમારી જવાબદારી છે. આ કોઈ તમારા બાપનું મેદાન છે કે તમે કોઈને ઉડાવી દે અને તેનુ મૃત્યુ થઈ જાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે