પ્રોડ્યૂસરે અભિનેત્રીને કહ્યું તું હીરો સાથે સહશયન કર, જોડે સૂવાથી જ ફિલ્મમાં સીન સારો આવશે

એક જાણીતી અભિનેત્રીએ જ્યારે એ વાતનો ધડાકો કર્યો કે, તેના પ્રોડ્યૂસરે તેને હીરો સાથે સુવા માટે કહ્યું હતું...એ વાત જાણીને ખળભળાટ મચી ગયો...જાણો આખરે શું હતો આખો મામલો...

પ્રોડ્યૂસરે અભિનેત્રીને કહ્યું તું હીરો સાથે સહશયન કર, જોડે સૂવાથી જ ફિલ્મમાં સીન સારો આવશે

નવી દિલ્લીઃ ફિલ્મી દુનિયાની વાતો આવે એટલે હંમેશા ચકાચૌધ અને અને હાઈફાઈ લાઈફસ્ટાઈલની જ વાતો થતી હોય છે. જોકે, આ સિક્કાનું માત્ર એક જ પાસુ છે. સિક્કાનું બીજું પાસુ એકદમ અંધારપટ વાળુ છે. મનોરંજન ઈન્ડસ્ટ્રીની એક ડાર્ક સાઈટ પણ છે. જ્યાં ખાસ કરીને મહિલાઓ સાથે જે બને છે તે ક્યારેય કોઈને કહી નથી શકતી. અહીં મનેકમને હીરોઈન બનવા આવેલી યુવતીઓએ લાઈટમેનથી લઈને પ્રોડ્યુર અને હીરો સાથે સુવું પડે છે. તેમના પડખા ગરમ કરવા પડે છે. આના કારણે જ અનેક યુવતી ફિલ્મી દુનિયાને છોડી દે છે, તો એવા પણ કિસ્સા સામે આવેલાં છેકે, અભિનેત્રીઓએ આવા કારણોથી ત્રાસીને દુનિયા જ છોડી દીધી હોય. આ વાતોની વચ્ચે ફિલ્મોમાં ઈન્ટીમેટ સીન, હીરો સાથે સુવાની વાત અને પછી શું થયું જાણો આવો જ એક રોચક કિસ્સો...

જોડે સુવાથી ફિલ્મમાં ઈન્ટીમેટ સીન સારો આવશેઃ
અહીં વાત થઈ રહી છે હોલીવુડની. હોલીવૂડ અભિનેત્રી શેરોન સ્ટોને વર્ષો પછી એવો ધડાકો કર્યો છે કે ૧૯૯૩માં ‘સિલ્વર' ફિલ્મનાં શૂટિંગ વખતે સહ કલાકાર બિલિ બેલ્ડવિન સાથે સહ શયન માટે પ્રોડ્યૂસર રોબર્ટ ઈવાન્સે તેના પર દબાણ કર્યું હતું. શેરોને ગયાં વર્ષે જ આ વાત આંશિક રીતે જણાવી હતી પરંતુ ત્યારે તેણે પ્રોડ્યૂસરનું નામ આપ્યું ન હતું .હવે તેણે એક પોડકાસ્ટમાં કહ્યું છે કે એ પ્રોડડ્યૂસર રોબર્ટ ઈવાન્સે હતો. પ્રોડ્યુસરે તો ત્યાં સુધી કહી દીધું હતુંકે, તારે હાલ શૂટિંગ ચાલુ છે તે દરમિયાન રોજ હીરો સાથે જ સુવું જોઈએ, જેનાથી ફિલ્મમાં તમારો ઈન્ટીમેટ સીન સારો આવશે.

'તું હીરો સાથે ઓફ સ્ક્રીન સેક્સ કરીશ, તો ફિલ્મમાં ઓન સ્ક્રીન તારો સીન સારો આવશે'
'સિલ્વર' ફિલ્મમાં તેના અને બિલિના કેટલાક ઈન્ટિમેટ સીન્સ હતા. તે વખતે રોબર્ટે એક વખત તેને ઓફિસમાં બોલાવી હતી અને જણાવ્યું હતું કે તારે બિલિ સાથે સહશયન કરવું જોઈએ. તેમ કરવાથી ઈન્ટિમેટ સીન વખતે તમારી બંનેની બંને વચ્ચે આત્મિયતા દેખાય અને ફિલ્મ પણ તેનાથી સારી ચાલશે. જો તમે બન્ને ઓફ સ્ક્રીન સેક્સ કરશો તો તેનાથી ફિલ્મમાં ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી એકદમ સારી દેખાશે. બિલિનું ઓન સ્કીન પરફોર્મન્સ પણ સુધરશે અને તેના કારણે ફિલ્મને મોટો ફાયદો થશે.બીજી તરફ તેના કો એક્ટર બિલિની શેરોનને સિક્રેટ્સ બહાર પાડી દેવાની ધમકી આપી હતી.

અભિનેત્રીએ 30 વર્ષ બાદ પ્રોડ્યૂસરનું નામ જાહેર કર્યું-
જોકે, શેરોનના જણાવ્યા અનુસાર પોતે આ દબાણને વશ થઈ ન હતી. શેરોનના આ આક્ષેપ બાદ હોલીવૂડમાં ખળભળાટ મચી ગયો. શેરોનના રહસ્યોદ્ધઘાટનના જવાબમાં બેલ્ડવિને સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ મુકી શેરોનનાં કેટલાંક સિક્રેટ બહાર પાડી દેવાની ચિમકી આપી છે. હોલીવુડમાં રોબર્ટ ઈવાન્સે કો એક્ટર સાથે સહશયન માટે દબાણ કર્યું હતું એવું અભિનેત્રી શેરોન સ્ટોન અંદાજે 30 વર્ષ બાદ કહ્યું, સાથે જ આટલા લાંબા સમય બાદ તેણે પ્રોડ્યુસરની હરકતની પણ વાત કરી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news