Sunil Pal: કોમેડિયન સુનિલ પાલનો સનસનીખેજ ખુલાસો, શો પછી થયું હતું તેનું અપહરણ, જાણો વિગતો

Comedian Sunil Pal: સુનિલ પાલ લાપતા થયાની જાણકારી સામે આવતા જ તેના પરિવારજનો અને ચાહકોમાં ચિંતા પ્રસરી હતી. જોકે સુનિલ પાલને લઈને તેમની ચિંતા વધી ગઈ છે કારણ કે કોમેડીયને ખુલાસો કર્યો છે કે તેમનું કિડનેપ કરવામાં આવ્યું હતું.

Sunil Pal: કોમેડિયન સુનિલ પાલનો સનસનીખેજ ખુલાસો, શો પછી થયું હતું તેનું અપહરણ, જાણો વિગતો

Comedian Sunil Pal:પ્રખ્યાત કોમેડિયન સુનિલ પાલ લાપતા થયા હોવાની ખબરથી ખળભળાટ મચી ગયો હતો. 24 કલાકથી સુનિલ પાલ લાપતા હતા. સુનિલ પાલનો સંપર્ક ન થતા તેમની પત્નીએ મુંબઈમાં સાન્તાક્રુઝ પોલીસ સ્ટેશનમાં મિસિંગ રિપોર્ટ નોંધાવી હતી. લાપતા થયાના ગણતરીના કલાકોમાં જ સુનિલ પાલનો સંપર્ક થઈ ગયો. 

ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ ના વિજેતા સુનિલ પાલ એક શો માટે મુંબઈથી બહાર ગયા હતા. શો પછી 3 ડિસેમ્બરે તે ઘરે પરત ફરવાના હતા પરંતુ ઘરે આવ્યા નહીં અને તેમનો ફોન પણ બંધ થઈ ગયો હતો. સુનિલ પાલનો સંપર્ક ન થતા તેમની પત્નીએ પોલીસની મદદ લીધી હતી. 

પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાને લેતા સુનિલ પાલની શોધખોળ શરૂ કરી દીધી હતી. પૂછપરછ અને શોધખોળ દરમિયાન એ વાત સામે આવી કે સુનિલ પાલનો ફોન ખરાબ થઈ ગયો હતો. તેથી તેના પત્ની તેનો સંપર્ક કરી શક્યા નહીં. પોલીસે સુનિલ પાલનો સંપર્ક કર્યો અને જાણકારી સામે આવી કે 4 ડિસેમ્બરે સુનિલ પાલ મુંબઈ પરત ફરશે. 

જોકે પોલીસને સુનિલ પાલે એવું જણાવ્યું કે તેનું કિડનેપિંગ થઈ ગયું હતું સુનિલ પાલનું અપહરણ કોણે કર્યું તે વાત હજુ સુધી સામે આવી નથી. સુનિલ પાલ બોલીવુડ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે તેણે ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું છે. વર્ષ 2005માં તેણે ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ શો જીત્યો હતો. 

સુનિલ પાલ લાપતા થયાની જાણકારી સામે આવતા જ તેના પરિવારજનો અને ચાહકોમાં ચિંતા પ્રસરી હતી. જોકે સુનિલ પાલને લઈને તેમની ચિંતા વધી ગઈ છે કારણ કે કોમેડીયને ખુલાસો કર્યો છે કે તેમનું કિડનેપ કરવામાં આવ્યું હતું. હવે પોલીસ સહિત તેના પરિવારજનો સુનિલ પાલ પરત ફરે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જેથી અપહરણ અંગે વધુ જાણકારી સામે આવે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news