Oscars 2023 પહેલા RRR ફિલ્મના Alia Bhatt સહિતના સ્ટાર્સને મળ્યો આ ખાસ હોલિવૂડ એવોર્ડ

RRR Hollywood Award: પહેલા ગોલ્ડન ગ્લોબ અને હવે હોલિવૂડ ક્રિટિક્સ એસોસિએશને વર્ષ 2023ની ઇવેન્ટમાં RRRને એક સાથે પાંચ એવોર્ડ આપ્યા છે. જેમાં આલિયા ભટ્ટને 'સીતા' અને જુનિયર એનટીઆરને ભીમના રોલ માટે સ્પોટલાઈટ એવોર્ડ આપવામાં આવ્યો છે. 

Oscars 2023 પહેલા RRR ફિલ્મના Alia Bhatt સહિતના સ્ટાર્સને મળ્યો આ ખાસ હોલિવૂડ એવોર્ડ

RRR Hollywood Award: ઓસ્કાર એવોર્ડ 2023 પહેલા એસએસ રાજામૌલીની ફિલ્મ RRRને વધુ એક એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ બેક ટુ બેક એવોર્ડ પોતાના નામ કરી રહી છે. પહેલા ગોલ્ડન ગ્લોબ અને હવે હોલિવૂડ ક્રિટિક્સ એસોસિએશને વર્ષ 2023ની ઇવેન્ટમાં RRRને એક સાથે પાંચ એવોર્ડ આપ્યા છે. જેમાં આલિયા ભટ્ટને 'સીતા' અને જુનિયર એનટીઆરને ભીમના રોલ માટે સ્પોટલાઈટ એવોર્ડ આપવામાં આવ્યો છે. હોલિવૂડ ક્રિટીક્સ એસોસિએશને તેના સોશિયલ મીડિયા પર આ જાણકારી શેર કરી હતી.

આ પણ વાંચો:

એસએસ રાજામૌલીની RRR ફિલ્મે પહેલા બોક્સ ઓફિસ પર કમાણીનો રેકોર્ડ તોડ્યો અને હવે આ ફિલ્મ એવોર્ડ જીતવાના રેકોર્ડ બનાવી રહી છે. હવે ફિલ્મના ચાહકો રાહ જોઈ રહ્યા છે કે આ ફિલ્મ ભારત માટે ઓસ્કાર જીતી આવે. ઓસ્કાર 2023માં RRR ફિલ્મના ગીત 'નાટૂ નાટૂ'ને બેસ્ટ સોંગ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે. ઓસ્કાર એવોર્ડની ઘોષણા 12 માર્ચે થવાની છે. જેના પર સૌની મીટ મંડાયેલી છે. 

 

We would like to share with you the awards for N.T Rama Rao Jr. & Alia Bhatt.

We will be sending them out next week.

Thank you for all your love and support.

— Hollywood Critics Association (@HCAcritics) March 3, 2023

એસએસ રાજામૌલીની ફિલ્મ RRRને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023માં 'નાટૂ નાટૂ' ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગ મોશન પિક્ચર કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. તેલુગુ ગીત નાટૂ નાટૂ સંગીતકાર એમ એમ કીરાવાનીનું છે અને તેને કાલ ભૈરવ અને રાહુલ સપ્લિંગંજે ગાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news