August OTT: ઓગસ્ટ મહિનો હશે મનોરંજનથી ભરપુર, ઓટીટી પર રિલીઝ થશે બોલીવુડની 3 દમદાર ફિલ્મો

August OTT: બોલીવુડની આ વર્ષની સુપરહિટ સાબિત થયેલી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર ઓગસ્ટ મહિનામાં રિલીઝ થશે. એટલે કે ઓગસ્ટ મહિનામાં આવતી અધધધ રજાઓમાં જો તમે ક્યાંય ફરવા જવાના નથી તો ઘરે પરિવાર સાથે તમે આ નવી નક્કોર ફિલ્મોની મજા માણી શકશો. 

August OTT: ઓગસ્ટ મહિનો હશે મનોરંજનથી ભરપુર, ઓટીટી પર રિલીઝ થશે બોલીવુડની 3 દમદાર ફિલ્મો

August OTT: ઓટીટી પ્લેટફોર્મ પર ઓગસ્ટ મહિનો ખાસ અને મનોરંજનથી ભરપૂર બની રહેશે. કારણ કે થિયેટરમાં ધૂમ મચાવ્યા પછી બોલીવુડની ત્રણ જોરદાર ફિલ્મો ઓટીટી પર ઓગસ્ટ મહિનામાં રિલીઝ થવાની છે. બોક્સ ઓફિસ પર કરોડોનો બિઝનેસ કરનાર ત્રણ ફિલ્મો ઓગસ્ટ 2023 માં અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. તો ચાલો તમે પણ ફટાફટ જાણી લો કે ઓગસ્ટ મહિનામાં તમને કઈ કઈ ફિલ્મો ઘર બેઠા જોવા મળશે.

આ પણ વાંચો:

જરા હટકે જરા બચકે

વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ જરા હટકે જરા બચકે બે જુન ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ લાઈટ કોમેડી અને ઇમોશનથી ભરપૂર ફિલ્મ છે. બોલીવુડ માટે આ સરપ્રાઈઝ હીટ રહી હતી. હવે આ ફિલ્મ 11 ઓગસ્ટે જીઓ સિનેમા પર રિલીઝ થવાની છે. જોકે આ અંગે મેકર્સ તરફથી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.

સત્યપ્રેમ કી કથા

ક્યારા અડવાણી અને કાર્તિક આર્યનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ સાબિત થઈ હતી અને કરોડોનું કલેક્શન પણ કર્યું હતું. બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા પછી આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવા તૈયાર છે. આ ફિલ્મના ઓટીટી રાઇટ્સ એમેઝોન પ્રાઈમે ખરીદ્યા હોવાની વાત સામે આવી છે. આ ફિલ્મ પણ ઓગસ્ટ મહિનામાં જ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે.

આદિપુરુષ

આ વર્ષની સૌથી મોંઘી અને બહુચર્ચીત ફિલ્મ આદિપુરુષ રિલીઝ થઈ ત્યારે આવક કરતા વિવાદ વધુ થયા હતા. ફિલ્મ રિલીઝ થયાના પહેલા જ સપ્તાહમાં દર્શકો ફિલ્મને જોઈને નારાજ થયા હતા. ફિલ્મમાં રામાયણના પ્રસંગોમાં જે ફેરફાર દર્શાવવામાં આવ્યા તે દર્શકોને પસંદ પડ્યા નહીં. 700 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ ફિલ્મનું કલેક્શન 450 કરોડ જ થયું. હવે આ ફિલ્મ ઓગસ્ટ મહિનામાં એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થાય તેવી ચર્ચાઓ છે જોકે આ અંગે પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news