OMG! અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં ઓરીએ જોયો વડાપાઉંમાં વાળ?

Watch Video: સેલિબ્રિટી ઈન્ફ્લુએન્સર ઓરી પણ તે વખતે અંબાણી પરિવારના ફંકશનમાં જોવા મળ્યો હતો. ઓરીએ હવે અનંત-રાધિકાના પોર્ટફોનિયો ઈવેન્ટનો બ્લોગ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે ફૂડ સ્ટોલ્સની ટુર કરતો જોવા મળે છે અને ત્યારે તે વડાપાવ પાસે ઊભો રહે છે. 

OMG! અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં ઓરીએ જોયો વડાપાઉંમાં વાળ?

Anant Ambani and Radhika Merchant Pre-Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન ઘણા મહિનાથી ચાલે છે. જેમાંની એક ઈવેન્ટ ઈટલીના પોર્ટફોનિયોમાં પણ યોજાઈ હતી. જેમાં શાહરૂખ ખાન, જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, કિયારા- સિદ્ધાર્થ સહિત અનેક બોલીવુડ હસ્તીઓએ ભાગ લીધો હતો. સેલિબ્રિટી ઈન્ફ્લુએન્સર ઓરી પણ તે વખતે અંબાણી પરિવારના ફંકશનમાં જોવા મળ્યો હતો. ઓરીએ હવે અનંત-રાધિકાના પોર્ટફોનિયો ઈવેન્ટનો બ્લોગ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે ફૂડ સ્ટોલ્સની ટુર કરતો જોવા મળે છે અને ત્યારે તે વડાપાવ પાસે ઊભો રહે છે. 

વડા પાઉમાંથી વાળ?
ઓરી પોતાના વીલોગમાં અલગ અલગ ફૂડ સ્ટોલ પર જઈને ખાવાનું અને સ્વાદની મજા લેતો દેખાય છે. ત્યારે ઓરી મુંબઈના ફેમસ સ્ટ્રીટ ફૂડ વડાપાવના સ્ટોલ પર પહોંચે છે. જ્યાં તેને બેસ્ટ ફ્રેન્ડ તાનિયા શ્રોફ મળે છે. ઓરી અને તાનિયા પ્લેટમાં વડાપાઉ લે છે. તાનિયા જેવું પહેલું બાઈટ લે છે કે તે પહેલા તો વાઉ  કહે છે. ત્યારબાદ બીજી જ સેકન્ડે કહે છે કે તેમાં વાળ છે અને પછી ઓરી ફરી બાઈટ ખાઈને વડાપાવમાં ઝૂમ કરીને વાળ દેખાડે છે. વાળ નીકળ્યા બાદ ઓરી બીજા વડાપાવની બાઈટ લે છે અને એવી રીતે રિએક્ટ કરે છે જાણે તે એન્જોય કરી રહ્યો છે. તાનિયા બેકગ્રાઉન્ડમાં કહેતી સંભળાય છે કે તે વધુ લેવા માંગતી હતી પંરતુ તેમાં વાળ છે. 

12 જુલાઈએ છે લગ્ન
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું મેઈન સેલિબ્રેશન ત્રણ દિવસ ચાલવાનું છે. જેમાં પહેલા એટલે કે 12મી જુલાઈએ શુભ વિવાહ થશે જ્યારે બીજા દિવસે 13મી જુલાઈએ શુભ આશીર્વાદ અને 14 જુલાઈએ મંગળ ઉત્સવ એટલે કે વેડિંગ રિસેપ્શન થશે. અત્રે જણાવવાનું કે અનંત અને રાધિકાની સંગીત સેરેમની 5 જુલાઈએ હતી. જ્યાં સલમાન ખાન, બોની કપૂર, જ્હાન્વી કપૂર, માનુષી છિલ્લર, સારા અલી ખાન, અને અનન્યા પાંડે સહિત અનેક બોલીવુડ હસ્તીઓએ ભાગ લીધો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news