બોલીવુડના 'શહેનશાહ' Amitabh Bachchan નો અવાજ હવે ગૂંજશે Alexa પર
એલેક્સા (Alexa) યૂઝર્સ હવે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના અવાજમાં જોક્સ, હવામાનની સ્થિતિ, ઉર્દૂ શાયરી, મોટિવેશનલ કોટ્સ ઉપરાંત બીજું ઘણું બધુ સાંભળી શકશો.
Trending Photos
નવી દિલ્હી: એલેક્સા (Alexa) યૂઝર્સ હવે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના અવાજમાં જોક્સ, હવામાનની સ્થિતિ, ઉર્દૂ શાયરી, મોટિવેશનલ કોટ્સ ઉપરાંત બીજું ઘણું બધુ સાંભળી શકશો. બસ એલેક્સા (Alexa) ને નિર્દેશ આપવો પડશે- 'Alexa, Say Hello To Mr. Amitabh Bachchan'. એલેક્સાની સર્વિસ 2021માં લોન્ચ થશે. બિગ બીના અવાજનો આ એક્સપીરિયન્સ એક પેડ સર્વિસ થશે.
અમિતાભ બચ્ચનનું માનીએ તો ટેક્નોલોજીએ તેમને નવો માર્ગ બતાવ્યો છે અને સમય સાથે બદલાય છે. ફિલ્મો ટીવી શો અથવા બ્રોડકાસ્ટ, દરેક જગ્યાએ તે નવાને સ્વિકારતાં આગળ આવે છે. આ વખતે પણ અમેઝોન અને એલેક્સાની સાથે આ પાર્ટનરશિપને લઇને તે ખૂબ ઉત્સાહિત છે. આ Bouce technology દ્વારા તે એકદમ ખુશ છે અને પોતાના ચાહનાર ઓડિયન્સ સાથે જોડાઇ શકશે.
અમેઝોન ઇન્ડીયા એલેક્સાના લીડર પુનીષ કુમારે કહ્યું કે 'બચ્ચન સીનિયરનો અવાજ તે બધા માટે યાદગાર છે જે બોલીવુડ સાથે આગળ વધ્યા છે. આ પાર્ટનરશિપ એક સારી તક છે Alexa customers ને ખુશ કરવા અને તેમની લાઇફ લાઇન બનવાનો. અમે જોવા માટે ઉત્સાહિત છે કે એલેક્સા યૂઝર્સ બિગ બીના આવાજમાં કેવી રીતે રિએક્ટ કરે છે.
તમને જણાવી દઇએ કે એલેક્સા, અમેઝોનની આર્ટિફિશિયલ ટેક્નોલોજી આધારિત મૌખિક આદેશને લઇને કામ કરનાર સેવા છે. અમેઝોનએ પોતાના બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે કંપની અને બચ્ચનએ અનોખો સેલિબ્રિટી વોઇસ અનુભવ પુરો પાડવા માટે ભાગીદારી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે