Alia Bhatt-Ranbir Kapoor Daughter: માતા બન્યા બાદ આલિયા ભટ્ટની પ્રથમ પોસ્ટ, આ રીતે વ્યક્ત કરી ખુશી

Alia Bhatt-Ranbir Kapoor Baby: આલિયા ભટ્ટે ડિલીવરી બાદ પ્રથમ પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી છે. આલિયાએ ખાસ પ્રકારનો ફોટો શેર કરી ફેન્સને પુત્રીના જન્મની ખુશખબરી આપી છે. ફેન્સ આલિયા-રણબીરને શુભેચ્છા આપી રહ્યાં છે. 
 

Alia Bhatt-Ranbir Kapoor Daughter: માતા બન્યા બાદ આલિયા ભટ્ટની પ્રથમ પોસ્ટ, આ રીતે વ્યક્ત કરી ખુશી

મુંબઈઃ Alia Bhatt-Ranbir Kapoor Daughter Name: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે આજે એટલે કે 6 નવેમ્બરે પુત્રીનો જન્મ થયો છે. દીકરીના જન્મ બાદ સોની રાઝદન અને નીતૂ સિંહ હોસ્પિટલ પહોંચ્યા હતા. ભટ્ટ અને કપૂર બંને પરિવારમાં જશ્નનો માહોલ છે. દરેક આલિયા અને રણબીરને શુભેચ્છા મોકલી રહ્યાં ચે. આલિયા ભટ્ટે પુત્રીને જન્મ આપ્યા બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. ફેન્સને ખુશખબર આપતા આલિયાએ જણાવ્યું કે તેના ઘરે જાદુઈ દીકરી આવી છે. 

આલિયાની ડિલીવરી બાદ પ્રથમ પોસ્ટ
આલિયા ભટ્ટે પુત્રીને જન્મ આપવાના ખુશીના સમાચાર ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાં છે. આલિયાની પોસ્ટ પર તેના ફેન્સ શુભેચ્છાઓ આપી રહ્યાં છે. આલિયાની પોસ્ટમાં સિંહ-સિંહણ અને નાના સિંહની તસવીર જોઈ શકાય છે. નોંધનીય છે કે પ્રેગનેન્સી એનાઉન્સમેન્ટ દરમિયાન પણ અભિનેત્રીએ આ પ્રકારની તસવીર પોસ્ટ કરી હતી. 

આલિયા ભટ્ટે પોસ્ટમાં લખ્યું, 'અને અમારા જીવનની બેસ્ટ ન્યૂઝઃ અમારી બેબી અહીં છે... અને તે એક જાદુઈ બાળકીની જેમ છે. અમે ઓફિશિયલી પ્રેમમાં છીએ. બ્લેસ્ડ અને ઓબસેસ્ટ પેરેન્ટ્સ. લવ લવ લવ.... આલિયા અને રણબીર.'

આલિયા ભટ્ટની પોસ્ટ બાદ તેના માતા સોની રાઝદન, રણબીર કપૂરના માતા નીતૂ સિંહે પણ સત્તાવાર એકાઉન્ટ્સ પર ફેન્સને દાદી-નાની બનવાની ખુશખબર આપી છે. સાથે રણબીર કપૂરની બહેને પણ ફઈ બનવાની ખુશી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી વ્યક્ત કરી છે. આલિયાની પોસ્ટ બાદ ફેન્સ હવે તેની પુત્રીની પ્રથમ ઝલક જોવા માટે આતૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news