અક્ષય કુમારને હાઉસફૂલના સેટ પર સ્ટંટ સમયે પહોંચી ઈજા, રોકવામાં આવ્યું ફિલમનું શુટિંગ
Akshay Kumar Injured: બોલીવુડ એક્ટર અક્ષય કુમાર સેટ પર ઘાયલ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શૂટિંગ દરમિયાન તેમની આંખમાં ઈજા પહોંચી છે. જેના કારણે ફિલ્મનું શુટિંગ પણ રોકવામાં આવ્યું છે. ચાલો જાણીએ શું ડિટેલ સામે આવી છે.
Trending Photos
Akshay Kumar Injured:બોલીવુડ એક્ટર અક્ષય કુમાર સેટ પર ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર 'હાઉસફૂલ 5'ના સેટ પર અક્ષય કુમારને આંખમાં ઈજા પહોંચી છે. આ કારણે ફિલ્મનું શુટિંગ પણ રોકવામાં આવ્યું છે. જો કે, હાલ સુધીમાં 'હાઉસફૂલ 5' અને અક્ષય કુમારની ટીમ તરફથી આ અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી.
'હિન્દુસ્તાન ટાઈમ્સ'ની રિપોર્ટ અનુસાર સ્ટંટ કરતા સમયે એક વસ્તુ ઉડીને અક્ષય કુમારની આંખમાં પડી હતી. જ્યારબાદ તાત્કાલિક સેટ પર ઓપ્થોલોજિસ્ટ (આંખનો ડોક્ટર)ને બોલાવવામાં આવેલ હતા. જેમણે આંખ પર પટ્ટી બાંધી અને એક્ટરને હાલ આરામ કરવા માટે કહ્યું છે. જ્યારે અન્ય કલાકારોએ ફિલ્મ શુટિંગ ફરીથી શરૂ કરી દીધી છે.
અક્ષય કુમારની આંખમાં પહોંચી ઈજા
સુત્રોના જણાવ્યા અનુસાર અક્ષય કુમાર ફરીછી શુટિંગ શરૂ કરવા માંગે છે. તેઓ નથી ઈચ્છતા કે તેમના કારણે ફિલ્મનું શુટિંગ અધૂર રહે. હાલ હાઉસફૂલ 5નું શુટિંગ છેલ્લા તબક્કામાં છે. જલ્દી જ પુરી ટીમ આ ફિલ્મને કમ્પ્લીટ કરી લેશે અને ત્યારબાદ પોસ્ટ પ્રોડક્શનનું કામ શરૂ કરવામાં આવશે.
હાઉસફૂલ 5ની કાસ્ટ
તરુણ મંસુખિયાના ડાયરેક્શનમાં બની રહેલ 'હાઉસફૂલ 5' જૂન 2025 માટે શેડ્યૂલ છે. ફિલ્મમાં રિતેશ દેશમુખ, અક્ષય કુમાર, અભિષેત બચ્ચન. શ્રેયસ તલપડે, જેક્લીન ફર્નાન્ડીસ, ચંકી પાંડેથી લઈ નરગીસ ફખરી સહિત તમામ સિતારે છે. આટલું જ નહીં નાના પાટેકર, સોનમ બાજવા, ચિત્રાંગદા સિંહથી લઈ જેકી શ્રોફ પણ છે.
મોહનલાલથી મળ્યા હતા અક્ષય કુમાર
અક્ષય કુમાર હાલમાં જ મોહનલાલની ફિલ્મ બારોજ ટ્રેલર લોન્ચમાં પહોંચ્યો હતો. બન્નેએ મુલાકાત કરી અને એક્ટરે સાઉથ સુપરસ્ટારના વખાણ કર્યા હતા. એક્ટરની છેલ્લી ફિલ્મની વાત કરીએ તો તે ખેલ ખેલ મેં જોવા મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે