ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા Dharmendra, સરકારને કરી અપીલ

ધર્મેન્દ્ર એ તેના ટ્વીટમાં કહ્યું, હું મારા ખેડૂતો ભાઇઓની તકલીફ જોઈ ખુબજ દુ:ખી છું. સરકાર ઝડપથી આ મુશ્કેલીનો ઉકેલ કાઢે. આ સાથે જ તેમણે એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ખુબજ ઉદાસ જોવા મળી રહ્યાં છે.

ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા Dharmendra, સરકારને કરી અપીલ

નવી દિલ્હી: બોલિવુડ એક્ટર ધર્મેન્દ્ર (Dharmendra) ખેડૂતોની સ્થિતિ જોઇ ઘણા પરેશાન છે. તેમણે ફરી એકવાર ખેડૂતોના સમર્થનમાં તેમનો અવાજ બુલંદ કર્યો છે. ધર્મેન્દ્રએ ટ્વીટ કરી સરકારને ઉકેલ લાવવા માટે કહ્યું છે. ધર્મેન્દ્રએ આ પહેલા પણ ખેડૂતોને સમર્થન કર્યું હતું.

આ પણ વાંચો:- 

ધર્મેન્દ્રએ કરી આ વાત
ધર્મેન્દ્ર એ તેના ટ્વીટમાં કહ્યું, હું મારા ખેડૂતો ભાઇઓની તકલીફ જોઈ ખુબજ દુ:ખી છું. સરકાર ઝડપથી આ મુશ્કેલીનો ઉકેલ કાઢે. આ સાથે જ તેમણે એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ખુબજ ઉદાસ જોવા મળી રહ્યાં છે.

— Dharmendra Deol (@aapkadharam) December 11, 2020

ટ્વીટ ડિલીટ કરવા પર થયા ટ્રોલ
તમને જણાવી દઇએ કે, આ પહેલા પણ ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. થોડા સમય બાદ ધર્મેન્દ્રએ તે ટ્વીટ ડિલીટ કર્યું હતું. બાદમાં ધર્મેન્દ્ર (Dharmendra)ને આ કારણથી ટ્રોલ થવું પડ્યું હતું, પરંતુ ધર્મેન્દ્રએ તે ટ્રોલરને સણસણતો જવાબ પણ આપ્યો હતો.

આ પણ વાંચો:- 

ખેડૂત પરિવારથી આવે છે ધર્મેન્દ્ર
તમને જણાવી દઇએ એકે, ધર્મેન્દ્ર (Dharmendra) પણ ખેડૂત પરીવારથી આવે ચે અને મૂળ રૂપથી તે પંજાબના રહેવાસી છે. ધર્મેન્દ્ર આ કારણે ખેડૂતોની ચિંતા થઈ રહી છે અને તે સ્થિતિને જોઇને ચુપ રહી શક્યા નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news