Mamta Kulkarni: આ 5 કારણોને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી પણ બહાર થઈ
Mamta Kulkarni Expelled from Kinnar Akhara: બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ મહાકુંભમાં કિન્નર અખાડામાં મહામંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું હતું. પરંતુ આ પદ 7 દિવસમાં છિનવાઈ ગયું અને તેને અખાડામાંથી પણ બહાર કરી દેવામાં આવી છે. આવું શા માટે થયું તેના 5 કારણો વિશે આજે તમને જણાવીએ.
Trending Photos
Mamta Kulkarni Expelled from Kinnar Akhara: 90 ના દાયકામાં બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં ગણાતી મમતા કુલકર્ણી ચર્ચામાં છે. મહાકુંભ 2025 માં મમતા કુલકર્ણીએ સંન્યાસ દીક્ષા લઈને કિન્નર અખાડામાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી જ મમતા કુલકર્ણીને લઈને વિવાદો ચાલી રહ્યા હતા. કેટલાક લોકો મમતા કુલકર્ણીના સમર્થનમાં હતા તો કેટલાક લોકોએ આ બાબતનો વિરોધ કર્યો. વિરોધ ના કારણે મમતા કુલકર્ણીને સાત દિવસની અંદર જ કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી હટાવી દેવામાં આવી છે. આવું થવાની પાછળ પાંચ કારણ જવાબદાર છે.
કિન્નર અખાડાને સૌથી મોટી આપત્તિ એ વાતથી હતી કે મમતા કુલકર્ણીને સીધું મહામંડલેશ્વરનું પદ આપી દેવામાં આવ્યું. જ્યારે તેને પહેલા વૈરાગ્ય અને સન્યાસની પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય. અખાડાનું માનવું છે કે આટલું મોટું પદ આપતા પહેલા તેનું સન્યાસી બનવું જરૂરી હોય છે જેથી તે વૈરાગ્યને સંપૂર્ણ રીતે અપનાવી શકે.
આ સિવાય મમતા કુલકર્ણી સાથે ઘણા વિવાદો જોડાયેલા છે. આ વિવાદનોના કારણે તેની પાસેથી આ પદ છિનવાયું છે. અખાડાનું માનવું છે કે ફિલ્મી દુનિયામાંથી હોવું મોટી સમસ્યા નથી પરંતુ ફિલ્મોમાં તેનો બોલ્ડ અંદાજ અને તેની ખરાબ ઈમેજ સમસ્યા છે. તેણે 90 ના દાયકામાં ટોપલેસ શૂટ પણ કરાવ્યું હતું. અખાડાનું માનવું છે કે જે વ્યક્તિ સંત બને તેની છવિ સાફ અને મર્યાદિત હોવી જોઈએ.
મમતા કુલકર્ણીનું નામ અંડરવર્લ્ડ સાથે પણ જોડાયું છે. ફિલ્મી દુનિયા છોડી તેણે ડ્રગ માફિયા વિક્કી ગોસ્વામી સાથે દુબઈમાં લગ્ન કર્યા હતા. તેના પર દેશદ્રોહનો આરોપ પણ લાગી ચુક્યો છે. તેના વિરુદ્ધ વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
સૌથી મોટું કારણ એ પણ છે કે અખાડાના નિયમ અનુસાર જે વ્યક્તિ મહામંડલેશ્વર બને છે તેનું સંન્યાસી બનવું જરૂરી હોય છે અને સાથે જ મુંડન સંસ્કાર કરવું પણ જરૂરી હોય છે. મમતા કુલકર્ણીએ સંન્યાસ પણ લીધો ન હતો અને તેણે મુંડન પણ કરાવ્યું નહીં તેથી તેને નિયમ વિરુદ્ધ ગણવામાં આવ્યું. આ કારણે તેને અખાડામાંથી બહાર કરી દેવામાં આવી.
એક નિયમ એવો પણ છે કે કિન્નર અખાડાના સંન્યાસીઓના ગળામાં વૈજંતી માળા હોય છે. પરંતુ મમતા કુલકર્ણીએ રુદ્રાક્ષની માળા પહેરી હતી જે પણ અખાડાના નિયમ વિરુદ્ધ છે. કિન્નર અખાડાના કેટલાક કડક નિયમો હોય છે. જેનું પાલન થયું નહીં અને તેના કારણે મમતા કુલકર્ણીનું પદ પણ છિનવાયું અને તેને અખાડામાંથી બહાર પણ કરી દેવામાં આવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે