ગુજરાત પર તોળાતું મોટું સંકટ : આજથી આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી

Paresh Goswami And Ambalal Patel Monsoon Alert :  ગુજરાત પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. કારણ કે, ફરી એકવાર વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં 2 અને 3 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની આગાહી કરી છે. જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ આવશે. આ આગાહી ગુજરાતના ખેડૂતો માટે આકરી બની રહેવાની છે. 
 

અંબાલાલ પટેલની આગાહી

1/4
image

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં જે મજબૂત પશ્ચિમી વિક્ષોપ આવવાની ધારણા હતા, તે નબળો પડી ગયો છે. જેના કારણે આગામી દિવસોમાં મોટું માવઠું આવવાની શક્યતા નહીવત છે. વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં ભારે હીમ વર્ષા થવાની શક્યતા રહેશે. જ્યારે ગુજરાતના ઘણાં ભાગોમાં વાદળવાયુંની શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરિત અસરના કારણે ઉભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા વધતી હોવાથી ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. જે બાદ ફેબ્રુઆરી મહિનાના ત્રીજા સપ્તાહ તેમજ માર્ચ-એપ્રિલ મહિનામાં પણ હવામાનમાં વારંવાર પલટો આવી શકે છે.

પરેશ ગોસ્વામીની આગાહી

2/4
image

જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસોને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, અગાઉ કરવામાં આવેલી આગાહી મુજબ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ સુધી બન્યું નથી. જો તે સક્રિય થશે, તો પણ નબળું જ રહેવાની શક્યતા છે. જેના પરિણામે સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની શક્યતા નહીવત થઇ ગઇ છે. એટલે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠારૂપી ખતરાથી બહાર નથી આવ્યા. ઉત્તર તરફથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે, તેના કારણે રાજસ્થાનમાં માવઠાનો વરસાદ પડી શકે છે. જેથી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ઝાપટા પડશે, જે શિયાળું પાકને નુકસાન કરે તેવી શક્યતા રહેશે. વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડા જિલ્લામાં વધારે પડતાં ઘાટા વાદળ ઘેરાઈ શકે છે. આ 4 દિવસ દરમિયાન ચાર જિલ્લાના એકાદ સેન્ટરમાં છૂટાછવાયા ઝાપટા પડશે.

15 ફેબ્રુઆરી સુધી પલટા આવ્યા કરશે

3/4
image

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ અથવા ઝાપટા પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવશે. જોકે, લા-નીનોની અસર બાબતમાં કેટલાક તજજ્ઞોના મનમાં અવઢવ છે. તેની અસરના કારણે બંગાળ ઉપસાગર સર્કિય રહેશે અને 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટા આવશે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ

4/4
image

એક સંકટ ટળ્યું, તો બીજું સંકટ માથે જ ઉભું છે. હવામાન વિભાગે તા. 2 અને 3 ફેબ્રુઆરીનાં રોજ માવઠાની આગાહી વ્યક્ત કરી છે. તેમજ આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ શક્યતાઓ છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાત તરફ આવી રહેલી સંભવિત આવનારી સિસ્ટમ નબળી પડી છે. જેથી હાલ રાજ્ય ઉપરથી માવઠાનું સંકટ ટળ્યું છે. જેથી આગામી સમયમાં સિસ્ટમ નબળી પડતા હવે માવઠાથી ખેડૂતોને રાહત મળશે. પરંતું આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેથી આગામી સમયમાં માવઠું ફરી આવી શકે છે.