ટ્વિટર પર ફરી 'રડ્યો' વિજય માલ્યા, કહ્યું- 'પીએમ બેંકોને કેમ કહેતા નથી...'

ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યા વિરૂદ્ધ બ્રિટનની કોર્ટમાં ભારતને મળેલી નિષ્ફળતા બાદ વિજય માલ્યાની બેચેની સતત વધતી જાય છે. થોડા દિવસો અગાઉ વિજય માલ્યાએ ટ્વિટ કરીને બેંકોના મૂળ ધનને આપવાની ઓફર કરી હતી.

ટ્વિટર પર ફરી 'રડ્યો' વિજય માલ્યા, કહ્યું- 'પીએમ બેંકોને કેમ કહેતા નથી...'

નવી દિલ્હી: ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યા વિરૂદ્ધ બ્રિટનની કોર્ટમાં ભારતને મળેલી નિષ્ફળતા બાદ વિજય માલ્યાની બેચેની સતત વધતી જાય છે. થોડા દિવસો અગાઉ વિજય માલ્યાએ ટ્વિટ કરીને બેંકોના મૂળ ધનને આપવાની ઓફર કરી હતી. ત્યારબાદ તેણે કહ્યું હતું કે આ ક્યાંનો ન્યાય છે કે મારા પર 9 હજાર કરોડનું દેવું બતાવવામાં આવી રહ્યું છે પરંતુ મારી 13 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. હવે વિજય માલ્યાએ ગુરૂવારે સવારે ટ્વિટ કરીને કહ્યું કે ''હું વિનમ્રતા પૂર્વક પૂછું કે વડાપ્રધાનમંત્રી બેંકોને કેમ કહેતા નથી કે તે તેમની પાસેથી પૈસા લે. હું પહેલાં પણ સેટલમેંટની ઓફર આપી ચૂક્યો છું.

એકપછી એક વારાફરતી ચાર ટ્વિટ કર્યા
વિજય માલ્યાએ ગુરૂવારે સવારે પોતાના બચાવમાં એક પછી એક સતત ચાર ટ્વિટ કર્યા. વિજય માલ્યાએ પોતાના એક ટ્વિટમાં કહ્યું કે કર્ણાટક હાઇકોર્ટ સમક્ષ પણ મેં સેટલમેંટની ઓફર કરી છે. વધુ એક ટ્વિટમાં લખ્યું કે 'વડાપ્રધાનમંત્રી ગત ભાષણે મારું ધ્યાન આકર્ષિત કર્યું. તે એક સારા વક્તા છે. મેં ધ્યાન આપ્યું કે તેમણે મારું નામ લીધા વિના કહ્યું કે એક વ્યક્તિ 9000 કરોડ રૂપિયા લઇને ભાગી ગયો. તેમનો ઇશારો મારી તરફ હતો. હું પીએમને પૂછવા માંગુ છું કે તે બેંકોને મારી પાસેથી પૈસા લેવા માટે કેમ કહેતી નથી. તેનાથી પબ્લિક ફંડની રિકવરી થઇ જશે. 

— Vijay Mallya (@TheVijayMallya) February 14, 2019

પીએમે અભિભાષણ દરમિયાન કર્યો હતો હુમલો
આ પહેલાં લોકસભામાં પીએમ મોદીએ નામ લીધા વિના રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન વિજય માલ્યા પર પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે 'જે લોકો દેશમાંથી ભાગી ગયા છે, તે ટ્વિટર પર રડી રહ્યા છે હું તો 9 હજાર કરોડ લઇને ભાગ્યો હતો પરંતુ મોદીજીએ મારા 13 હજાર કરોડ જપ્ત કરી લીધા. તમને જણાવી દઇએ કે વિજય માલ્યાના ભારતમાં પ્રત્યર્પણનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે. જોકે ત્યારબાદ માલ્યાએ કહ્યું કે તે બ્રિટન સરકારના તે નિર્ણય વિરૂદ્ધ અપીલ કરવાની તૈયારીમાં છે જેમાં તે ભારતીય અધિકારીઓને સોંપવાની મંજૂરી આપવામાં આવી છે.

વિજય માલ્યાએ થોડા દિવસો પહેલાં ટ્વિટ કરી જણાવ્યું કે વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના 10 ઓક્ટોબર 2018ના આદેશ પર ફેંસલો આવ્યા બાદ મેં અપીલની મારી મંશા વિશે જણાવ્યું છે. ગૃહ મંત્રીના નિર્ણય પહેલાં હું અપીલ કરી શક્યો નહી. હવે હું અપીલ કરીશ. માલ્યા (63) પ્રત્યર્પણને બ્રિટનના ગૃહ મંત્રી સાજિદ જાવિદે મંજૂરી આપી હતી. તમને જણાવી દઇએ કે વિજય માલ્યા પર ભારતીય બેંકોના કુલ 9400 કરોડ રૂપિયા બાકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news