Vodafone Idea FPO: 18 એપ્રિલે ઓપન થશે વોડાફોન-આઈડિયાનો FPO, રોકાણ કરતા પહેલાં જાણો જરૂરી વિગત
Vodafone Idea FPO: ટેલીકોમ કંપની વોડાફોન આઈડિયાનો 18000 કરોડ રૂપિયાનો એફપીઓ ખુલવાનો છે. અમે તમને તેની પ્રાઇઝ બેન્ડથી લઈને અન્ય જાણકારી આપી રહ્યાં છીએ.
Trending Photos
નવી દિલ્હીઃ Vodafone Idea FPO: દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની વોડાફોન-આઈડિયા લિમિટેડનો એફપીઓ ગુરૂવારે ખુલી રહ્યો છે. આ ફોલો-ઓન પબ્લિક ઓફર એટલે કે એફપીઓ દ્વારા કંપની 18000 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીનો એફપીઓ 18 એપ્રિલ 2024 ના ખુલશે અને તેમાં 22 એપ્રિલ સુધી બોલી લગાવી શકાય છે. એન્કર ઈન્વેસ્ટરો માટે એફપીઓ આજે ખુલી ગયો છે. રોકડ સંકટનો સામનો કરી રહેલી કંપની આ એફપીઓ દ્વારા પૈસા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે તમને એફપીઓ ખુલતા પહેલા કેટલીક જરૂરી વાતો વિશે જાણકારી આપી રહ્યાં છીએ.
આ છે ભારતીય બજારનો સૌથી મોટો એફપીઓ
ટેલીકોમ કંપની વોડાફોન-આઈડિયા દ્વારા લાવવામાં આવી રહેલો એફપીઓ ભારતીય બજારનો અત્યાર સુધીનો સૌથી મોટો એફપીઓ છે. આ પરેલા યસ બેન્કે એફપીઓ દ્વારા 15,000 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અદાણી ગ્રુપે પાછલા વર્ષે જાન્યુઆરીમાં 20,000 કરોડ રૂપિયાનો એફપીઓ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં સમૂહે તેને પરત લેવાનો નિર્ણય કર્યો હતો.
કંપનીએ કેટલી નક્કી કરી પ્રાઇઝ બેન્ડ
વોડાફોન-આઈડિયાએ એફપીઓના શેરની ફેસ વેલ્યૂ 10 રૂપિયા પ્રતિ શેર છે. તો કંપનીએ તેની પ્રાઇઝ બેન્ડ 10થી 11 રૂપિયા પ્રતિ શેર વચ્ચે નકી કરી છે. આ એફપીઓમાં તમે 1298 શેરનો એક લોટ ખરીદી શકો છો. તો વધુમાં વધુ માતે 14 લોટ એટલે કે 18172 શેરમાં એકવાર બોલી લગાવી શકાય છે. તેવામાં રિટેલ ઈન્વેસ્ટરે 14278 રૂપિયાથી લઈને 1,99,892 રૂપિયા સુધી તેમાં રોકાણ કરી શકે છે.
FPO ના ફંડનું શું કરશે કંપની?
આ એફપીઓમાં કંપની ફ્રેશ શેર જારી કરવાની છે. તેવામાં એફપીઓ દ્વારા ભેગી કરવામાં આવેલી રકમ કંપનીના ખાતામાં જશે. તેમાં 50 ટકા ભાગ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIB)દ્વારા, 15 ટકા નોન ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ અને 15 ટકા રિટેલ ઈન્વેસ્ટરો માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. આ એફપીઓમાં સફળ ઈન્વેસ્ટરોને 23 એપ્રિલે શેરની ફાળવણી કરવામાં આવશે. તો 24 એપ્રિલે શેરને ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
ફંડનું શું કરશે કંપની?
વોડાફોન-આઈડિયાએ જાણકારી આપી છે કે આ એફપીઓ દ્વારા ભેગી કરવામાં આવેલી રકમથી કંપની 12750 કરોડ રૂપિયા નવી સાઇટો લગાવવા, વર્તમાન 4જી સેવાનો વિસ્તાર અને 5જી સેવા શરૂ કરવા માટે કરશે. તો તેમાંથી 2175 કરોડનો ઉપયોગ ટેલીકોમ ડિપાર્ટમેન્ટ અને જીએસટી ડિપાર્ટમેન્ટની બાકી રકમની ચુકવણી કરવામાં આવશે.
કેવું છે કંપનીનું નાણાકીય સ્વાસ્થ્ય?
નાણાકીય વર્ષ 2024માં વોડાફોન-આઈડિયાને એપ્રિલથી ડિસેમ્બર સુધી કુલ 23564 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ દરમિયાન કંપનીનું રેવેન્યૂ 32045 કરોડ રૂપિયા રહ્યું છે. કંપની પર વર્ષ 2023ના અંત સુધી કુલ 2.13 લાખ કરોડ રૂપિયાનું ગેવું છે, જેમાંથી કંપનીએ આ વર્ષે કુલ 5385 કરોડ રૂપિયા ચુકવવાના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે