1 એપ્રિલથી લાગૂ થશે Vehicle Scrapping Policy, આ વાહનો માટે જરૂરી રહેશે ફિટનેસ ટેસ્ટ

સ્ક્રેપ પોલિસી અંતગર્ત 2023 થી તમામ પ્રકારના ભારે વ્યાવસાયિક વાહનોને અનિવાર્ય તરીકે ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. તો બીજી તરફ પ્રાઇવેટ અને બીજા વાહનો માટે જૂન 2024 થી આ પોલિસી લાગૂ થશે.

1 એપ્રિલથી લાગૂ થશે Vehicle Scrapping Policy, આ વાહનો માટે જરૂરી રહેશે ફિટનેસ ટેસ્ટ

Vehicle Scrapping Policy: રસ્તા પર પ્રદૂષણ અને અકસ્માતોને રોકવા માટે જૂના ખટારા વાહનોને ઉદ્દેશ્યથી સરકાર 1 એપ્રિલ 2022થી સ્ક્રેપ પોલિસી લાગૂ કરી રહી છે. આ નવી સ્ક્રેપ પોલિસીથી રસ્તા પર ખખડધજ વાહનોથી છુટકારો મળશે અને આ સાથે જ ઓટોમોબાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. આ સાથે જ ઇંડસ્ટ્રીમાં રોકાણ અને રોજગારની સંભાવના પણ વધશે. 

સ્ક્રેપ પોલિસી અંતગર્ત 2023 થી તમામ પ્રકારના ભારે વ્યાવસાયિક વાહનોને અનિવાર્ય તરીકે ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. તો બીજી તરફ પ્રાઇવેટ અને બીજા વાહનો માટે જૂન 2024 થી આ પોલિસી લાગૂ થશે.

શું છે સ્ક્રેપ પોલિસી
સ્ક્રેપ પોલિસીના અનુસાર દેશમાં અત્યાર સુધી ઉંમરથી જૂના થઇ ચૂકેલા વાહનોને પોતાનો ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. આ ટેસ્ટમાં વાહનોના એન્જીનની હાલત તેમનું એમિશન સ્ટેટસ અને ફ્યૂલ એફિશિએન્સી, સેફ્ટી સ્ટેટસ જેવા ઘણા ફિચર્સની તપાસ થશે. ટેસ્ટમાં ફેલ થતાં વાહનોનું રજિસ્ટ્રેશન કેન્સલ થઇ જશે. આવી ગાડીઓને સ્ક્રેપ માટે મોકલવામાં આવશે. 

વ્હીકલ સ્ક્રેપ પોલિસી અનુસાર 10 વર્ષથી જૂના કોમર્શિયલ વ્હીકલ અને 15 વર્ષથી જૂના પ્રાઇવેટ પેસેન્જર વ્હીકલને આ ટેસ્ટ આપવો પડશે. ફિટનેસ ટેસ્ટમાં પાસ થતાં આ વ્હીકલને IC એન્જીન બદલીને થોડા દિવસો ચલાવવાની પરવાનગી હશે.  

કેવી રીતે કરાવશો ઓનલાઇન રજિસ્ટ્રેશન 
સ્ક્રેપ પોલિસી ફિટનેસ ટેસ્ટ અંતગર્ત રજિસ્ટ્રેશન કરાવવા માટે કોઈપણ વ્યક્તિ, પેઢી, સંસ્થા, ટ્રસ્ટ વેબસાઇટ www.ppe.nsws.gov.in/scrappagepolicy પર જઈને અરજી કરી શકે છે. ચારિત્ર્ય પ્રમાણપત્ર સહિત અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ 100 રૂપિયાના સ્ટેમ્પ પર અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ફિટનેસ ટેસ્ટ ફેલ થતાં શું થશે? 
વ્હીકલ સ્ક્રેપ પોલિસી એક વોલિયન્ટરી વ્હીકલ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ છે. એવામાં જો ગાડી ફિટનેસ ટેસ્ટમાં ફેલ થાય છે તો તેને દેશભરમાં 60-70 રજિસ્ટર્ડ સ્ક્રેપ ફેસિલિટીમાં પોતાની ગાડી જમા કરાવવી પડશે. ટેસ્ટમાં ફેલ થયેલા વાહનો માટે એક સ્ક્રેપ સર્ટિફિકેટ મળશે જે 2 વર્ષ માટે માન્ય રહેશે. 

આ સ્ક્રેપ સર્ટિફિકેટમાં જૂની ગાડીના સ્ક્રેપ વેલ્યૂથી નવી ગાડી પર ડિસ્કાઉન્ટ મળશે. નવી ગાડી ખરીદતી વખતે એક્સ શોરૂમ પ્રાઇસ પર 5 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત નવા વ્હીકલ પર કોઇ રજિસ્ટ્રેશ ફી ચૂકવવી નહી પડે. રાજ્ય સરકારો પ્રાઇવેટ વ્હીકલ્સ માટે 25 ટકા અને કોમર્શિયલ વ્હીકલ્સ પર 15 ટકા સુધી રોડ ટેક્સ રિબેટ પણ આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news