Dearness Allowance Hike: દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની ભેટ, ડીએમાં થયો 4 ટકાનો વધારો
DA Hike: નવરાત્રિમાં મોદી સરકારે કરોડો કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મોદી સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાની જાહેરાત કરી છે.
Trending Photos
7th Pay Commission: મોદી સરકારે સરકારી કર્મચરીઓ અને પેન્શનરોને દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના મોંઘવારી ભથ્થામાં વધારા પર મહોર લાગી છે. મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા સાથે હવે મોંઘવારી ભથ્થું 46 ટકા થઈ ગયું છે.
મોંઘવારી ભથ્થું વધારવા પર લાગી મહોર
બુધવાર 18 ઓક્ટોબર 2023ના કેબિનેટની બેઠક થઈ જેમાં મોંઘવારી ભથ્થું વધારવા પર મહોર લાગી છે. શક્યતા છે કે ઓક્ટોબર મહિનાના પગારમાં મોંઘવારી ભથ્થાની સાથે કર્મચારીઓને એરિયર પણ મળશે. જુલાઈથી સપ્ટેમ્બર સુધી એટલે કે ત્રણ મબિનાનું એરિયર પણ ઓક્ટોબરના પગાર સાથે કર્મચારીઓને આપવામાં આવી શકે છે.
દિવાળી પહેલા નવરાત્રિ પર મળી ભેટ
15 ઓક્ટોબરથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ ચુક્યો છે. 24 ઓક્ટોબરે દશેરા છે. ત્યારબાદ નવેમ્બરમાં દિવાળી છે. તેવામાં તહેવારોની સીઝન દરમિયાન મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનર્સને લાભ થશે.
મોંઘવારીથી મળશે રાહત
મોંઘવારી ભથ્થું વધારવાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મોટી રાહત મળશે. હાલના દિવસોમાં ખાદ્ય મોંઘવારીમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં રિટેલ ફુગાવાનો દર ઘટી 5.02 ટકા પર આવી ગય છે, જે ઓગસ્ટમાં 6.83 ટકા રહ્યો હતો. આ પહેલા જુલાઈ 2023માં રિટેલ ફુગાવો 7.44 ટકા રહ્યો હતો. સપ્ટેમ્બરમાં ખાદ્ય મોંઘવારી દર ઘટી 6.56 ટકા પર આવી ગયો, જે ઓક્ટોબરમાં 9.94 ટકા રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે