મોદી ‘સરકાર રાજ’મા જમવાની થાળી થઈ મોંઘી, તુવેર-અડદ દાળમાં તોતિંગ ભાવવધારો
દિવસેને દિવસે રોજિંદી જરૂરિયાતની ખાવાની વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પહેલા ડુંગળી (onion price) , બાદમાં લસણ (Garlic Price) અને હવે તુવેર દાળના ભાવ ધરખમ વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. લોકો સતત ટેન્શન અનુભવી રહ્યા છે કે, આમ ને આમ જો એક પછી એક તમામ વસ્તુઓના ભાવ વધશે તો માણસે શું ખાવુ. ધીરે ધીરે કરીને થાળીમાં જરૂરી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. શાકભાજી અને ડુંગળીના ભાવે તો પહેલેથી જ લોકોની કમર તોડી છે, ત્યાં હવે વિવિધ દાળના ભાવ (Toor Dal Price ) માં વધારો નોંધાયો છે. ત્યારે બીજી તરફ, લોકો મોદી સરકાર તરફ આશા લગાવીને બેસી રહ્યા છે કે, ક્યારે આ કમરતોડ ભાવમાંથી મુક્તિ મળશે.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર :દિવસેને દિવસે રોજિંદી જરૂરિયાતની ખાવાની વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પહેલા ડુંગળી (onion price) , બાદમાં લસણ (Garlic Price) અને હવે તુવેર દાળના ભાવ ધરખમ વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. લોકો સતત ટેન્શન અનુભવી રહ્યા છે કે, આમ ને આમ જો એક પછી એક તમામ વસ્તુઓના ભાવ વધશે તો માણસે શું ખાવુ. ધીરે ધીરે કરીને થાળીમાં જરૂરી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. શાકભાજી અને ડુંગળીના ભાવે તો પહેલેથી જ લોકોની કમર તોડી છે, ત્યાં હવે વિવિધ દાળના ભાવ (Toor Dal Price ) માં વધારો નોંધાયો છે. ત્યારે બીજી તરફ, લોકો મોદી સરકાર તરફ આશા લગાવીને બેસી રહ્યા છે કે, ક્યારે આ કમરતોડ ભાવમાંથી મુક્તિ મળશે.
ડુંગળીમાં ભાવના અસહ્ય વધારા બાદ હવે ક્યાંકને ક્યાંક કઠોળમાં પણ તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. ત્યારે તુવેર દાળનો ભાવ પણ કિલોના 100 થી ઉપર કહી શકાય તેવો આસમાને પહોંચ્યો છે. તુવેર દાળ ઉપરાંત અડદની દાળના પણ ભાવોમાં 25 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. ત્યારે મોંઘવારીની માર અને સતત મંદીની અસર જોવા મળી રહી છે. એવા સમયે સતત વધતા ફુગાવા સામે સરકાર ભાવોને નિયંત્રણમાં લાવે તેવી પણ વેપારીઓ અને લોકો માંગ કરી રહ્યાં છે.
ત્યારે જો હવે દાળના ભાવો પર અંકુશ નહિ રહે તો લોકોને રોજિંદા ખોરાકમાંથી દાળની બાદબાકી કરવી પડશે. ઉલ્લેખનીય છે કે, હેલ્થની દ્રષ્ટિએ વિવિધ કઠોળનું સેવન બહુ જ સારું કહેવાય છે. લોકો માટે હેલ્ધી ફૂડ મોંઘુ થઈ જશે, અને લોકો જંક ફૂડ તરફ આગળ વધશે. જે હકીકતમાં હેલ્થ માટે નુકશાનકારક છે.
લસણના ભાવ પર પણ અંકુશ નથી....
લસણના ભાવ પર નજર કરીએ તો, લસણના ભાવમાં સીધો જ 25 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. જૂન પહેલા લસણનો હોલસેલ ક્વિન્ટલ ભાવ 6000 રૂપિયા હતા, જે લસણનો હોલસેલ ક્વિન્ટલ ભાવ 8 હજાર રૂપિયાથી 14 હજાર રૂપિયા પર પહોંચી ગયો છે. એટલે કે, જે લસણ પહેલા હોલસેલ બજારમાં 60 રૂપિયે વેચાતુ હતું, તે હવે 80 થી 140 રૂપિયા પર પહોંચી ગયું છે. તો બીજી તરફ, લસણનો રિટેલ ભાઈ 120-140 હતો, તેને બદલે હવે 200-240 વસૂલવામાં આવી રહ્યા છે. જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે. કમોસમી વરસાદના કારણે પાકને નુકશાન જતા ભાવ વધારો થયો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન (Rajasthan) અને ગુજરાતમાં કમોસમી વરસાદથી નુકશાન થતા લસણનો પાક મોડે આવશે. લસણની આવકમાં 25 ટકાનો ઘટાડો થતા ભાવ વધારો થયો છે. એટલે જ્યાં સુધી લસણનો નવો જથ્થો માર્કેટમાં નહિ ઠલવાય ત્યાં સુધી લોકોને લસણના વધુ રૂપિયા ચૂકવવા પડશે.
ડુંગળીનો ભાવ તો બજેટ બહાર પહોંચ્યો...
સ્થાનિક માર્કેટમાં ડુંગળીના છુટક ભાવ પ્રતિ કિલો 100 રૂપિયાને પાર પહોંચી જતા લોકોની થાળીમાંથી ડુંગળી ગાયબ થઇ રહી છે. છેલ્લા 3 દિવસોમાં જ ડુંગળીની કિંમતમાં 20 થી 30 રૂપિયા જેટલો વધારો થતાં આમ આદમીનું બજેટ ખોરવાઇ ગયું છે.વેપારીઓના જણાવ્યા મુજબ 15 ડિસેમ્બર પહેલા ડુંગળીના ભાવમાં ઘટાડો થાય તેવી કોઇ શક્યતા નથી. ઓક્ટોબર મહિનામાં ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદને કારણે નવેમ્બર-ડિસેમ્બરમાં ઉતરનારો ડુંગળીનો પાક સંપૂર્ણપણે બરબાદ થઇ ગયો. જેના કારણે ડુંગળીની કિંમતોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. હાલ સ્થિતિ એવી છે કે ગણ્યાગાંઠ્યા 4-5 રાજ્યો જ દેશના મોટાભાગના વિસ્તારોમાં ડુંગળી પૂરી પાડી રહ્યા છે જેના કારણે ડુંગળીની માંગ પૂર્ણ થઇ શકતી નથી. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ ડુંગળીની વધતા ભાવોને કાબૂમાં લેવા આયાતથી લઇને લોકોને સસ્સા ભાવે ડુંગળી પૂરી પાડવા સહિતના અનેકવિધ પગલાંઓ લેવાની શરૂઆત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે