ટ્રમ્પના ધડાધડ નિર્ણયો...શેર બજારમાં કોહરામ, ગણતરીની પળોમાં રોકાણકારોના ₹9000000000000 ડૂબી ગયા, આ કંપનીઓના શેરોમાં કડાકો
Stock Market News: શેર બજારમાં આજે ભારે કોહરામ મચી ગયો છે. રોકાણકારોના ₹9000000000000 સ્વાહા થઈ ગયા છે. અમેરિકાનાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ બજાર સતત ડરના સાયા હેઠળ જોવા મળી રહ્યું છે. જાણો વિગતવાર માહિતી.
Trending Photos
બજેટ પહેલા શેર બજારમાં ભારે કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ ઝોલા ખાઈ રહ્યો છે. નિફ્ટીમાં પણ ઉથલપાથલ ચાલુ છે. જે રોકાણકારોને કંગાળ કરી રહ્યા છે. શેર બજારમાં જે ગતિથી વિદેશી રોકાણકારોની વેચાવલી હાવી થઈ છે સેન્સેક્સ સતત ડૂબકા ખાઈ રહ્યો છે. સોમવારે પણ બજારમાં સતત વેચાવલીનો દોર ચાલુ રહ્યો. માર્કેટ ખુલતા જ ધડામ થયું. સેન્સેક્સ 800 અંક સુધી તૂટ્યો.
રોકાણકારો હેરાન પરેશાન
સોમવારે સેન્સેક્સ જ્યાં 800 અંક સુધી ગગડ્યો ત્યાં નિફ્ટી પણ 250 કરતા વધુ અંક પછડાયો. બજારમાં ચાલી રહેલી આ ઉથલપાથલ સાથે જ સેન્સેક્સ 75,434 ના સ્તર કરતા નીચે ગયો. સેન્સેક્સ 490 પોઈન્ટના ઘટાડા સાથે 75,700.43 પર સવારે ખુલ્યો હતો. સવારે 11 વાગ્યા સુધી તે ઘટાડો 842 સુધી પહોંચી ગયો. જ્યારે નિફ્ટી પણ શરૂઆતમાં 150 ના ઘટાડા સાથે ખુલ્યો હતો. અને મહત્તમ 265 અંકોનો ઘટાડો નોંધાયો. સવારે 11 વાગ્યે તે 238 પોઈન્ટના ઘટાડા સાથે 22,854 અંક પર પહોંચ્યો હતો.
9 લાખ કરોડનું નુકસાન
શેર બજારમાં આવેલા આ કડાકાના પગલે રોકાણકારોએ 9 લાખ કરોડ રૂપિયાથી વધુ ગુમાવ્યા. બીએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ કેપ તૂટીને 410.03 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. વિદેશી રોકાણકારો તરફથી સતત ચાલી રહેલી વેચાવલીને પગલે શેર બજાર તૂટી રહ્યુ છે. એફપીઆઈએ જાન્યુઆરીમાં 24 તારીખ સુધીમાં 64,156 કરોડ રૂપિયાના શેર વેચી નાખ્યા. જ્યારે કંપનીના ત્રિમાસિક પરિણામોએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું. નબળી કોર્પોરેટ આવક, અમેરિકી વેપારી નીતિઓ અને વિદેશી રોકાણકારોના સતત ઉપાડને પગલે બજારનો દમ ઘૂટી રહ્યો છે.
ટ્રમ્પની નીતિઓથી ડર્યું બજાર
ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત સહિત અનેક દેશોને ટેરિફ વધારવાની જે ધમકીઓ મળી છે તે પણ અસર કરી રહ્યુ છે. બ્રિક્સ દેશો પર 100 ટકા ટેરિફ લગાવવાની ચેતવણી આપી તો જ્યારે કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લગાવવાનો આદેશ આપ્યો. હવે અમેરિકી રાષ્ટ્રતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોલંબિયાથી આયાત થનારી ચીજો પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી. ટેરિફના આ પગલે રોકાણકારોમાં ડરનો માહોલ છે. રોકાણકારો સતર્કતાની નીતિ અપનાવી રહ્યા છે.
બજારની શરૂઆત રહી ખરાબ
વૈશ્વિક બજારમાં નરમી વચ્ચે સોમવારે શરૂઆતની કારોબારમાં ઘરેલુ બજારો સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો નોંધાયો. વિદેશી પૂંજી બજાર દ્વારા સતત વેચાવલીએ પણ બજારમાં કડાકાનો માહોલ વધાર્યો. બીએસઈ સેન્સેક્સ શરૂઆતી ટ્રેડિંગમાં 343 અંક એટલે કે 0.45 ટકાના ઘટાડા સાથે 75,847.46 અંક પર આવી ગયો. એનએસઈ નિફ્ટી 108.95 અંક એટલે કે 0.47 ટકા ગગડીને 22,983.25 અંક પર આવ્યો.
આ શેરોને નુકસાન
ઝોમેટો, એચસીએલ ટેક્નોલોજીસ, પાવરગ્રિડ, ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડઈન્ડ બેંક, ઈન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સિસ સર્વિસિસ, અને એચડીએફસી બેંકના શેરો સતત નુકસાનમાં જોવા મળ્યા. આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, લાર્સન એન્ડ ટુબ્રો, નેસ્લે ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈટીસી અને એશિયન પેઈન્ટ્સના શેરોમાં વધારો જોવા મળ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે