Stock Market Update: શેર બજારમાં તેજીનો માહોલ, આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ

ભારતીય શેરબજારમાં આજે મોટો ઉછાળો નોંધાયો. સવારે બજાર લાલ નિશાન પર ખુલ્યા પરંતુ આખો દિવસ ટ્રેડિંગ બાદ લીલા નિશાન સાથે બંધ થયા. આજે બજાર બંધ થયું ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 547.83 પોઈન્ટ ઘટીને 0.99 ટકાની તેજી સાથે 55,816.32 પોઈન્ટ પર  બંધ થયો.જાણો કયા શેરે રોકાણકારોને માલામાલ કર્યા. 

Stock Market Update: શેર બજારમાં તેજીનો માહોલ, આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ

Stock Market Updates: ભારતીય શેરબજારમાં આજે મોટો ઉછાળો નોંધાયો. સવારે બજાર લાલ નિશાન પર ખુલ્યા પરંતુ આખો દિવસ ટ્રેડિંગ બાદ લીલા નિશાન સાથે બંધ થયા. આજે બજાર બંધ થયું ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 547.83 પોઈન્ટ ઘટીને 0.99 ટકાની તેજી સાથે 55,816.32 પોઈન્ટ પર  બંધ થયો. જ્યારે નિફ્ટી 158.00 પોઈન્ટની તેજી સાથે 0.96 ટકાના વધારા સાથે 16641.80 પોઈન્ટ પર બંધ થયો. 

ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં સન ફાર્મા, એસબીઆઈ, Divis Labs, લાર્સન, એશિયન પેઈન્ટ્સના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં સન ફાર્મા, એસબીઆઈ, લાર્સન, ટીસીએસ, એશિયન પેઈન્ટ્સના શેર ટોપ ગેઈનર્સમાં જોવા મળ્યા. 

ટોપ લૂઝર્સ
નેશનલ સ્ટોક  એક્સચેન્જના સૂચકઆંક નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં ભારતી એરટેલ, બજાજ ઓટો, યુપીએલ, હીરો મોટોકોર્પ, કોટક મહિન્દ્રાના શેર રહ્યા જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા, એનટીપીસી, બજાજ ફિનસર્વ, રિલાયન્સના શેર જોવા મળ્યા. 

એલઆઈસીના શેરની સ્થિતિ
એલઆઈસીના શેરમાં આજે ફરીથી ઘટાડો જોવા મળ્યો. આજે  એલઆઈસીના શેરમાં 1.85 પોઈન્ટના ઘટાડા સાથે 673.50 પર ટ્રેડિંગ થતું જોવા મળ્યું. 

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news