Small Business Idea: ધંધો કરવા માટે પૈસા નથી? તો ફ્રીમાં શરૂ કરો આ સ્માર્ટ બિઝનેસ, દર મહિને પૈસાનો થશે વરસાદ

આ કામમાં તમને ઓછા ખર્ચે દર મહિને તગડી કમાણી થઈ શકે છે. 

Small Business Idea: ધંધો કરવા માટે પૈસા નથી? તો ફ્રીમાં શરૂ કરો આ સ્માર્ટ બિઝનેસ, દર મહિને પૈસાનો થશે વરસાદ

Small Business Idea: કોરોના કાળમાં જો તમારી નોકરી છૂટી ગઈ હોય કે પછી તમે નોકરી કરતા કરતા વધારાની આવક ઈચ્છતા હોવ તો અમે તમને એક એવા બિઝનેસ અંગે જણાવીએ છીએ કે જ્યાં તમને ઓછા ખર્ચે દર મહિને તગડી કમાણી થઈ શકે છે. 

દર મહિને થશે મોટી કમાણી
અહીં અમે તમને આધાર કાર્ડ ફ્રેન્ચાઈઝી વિશે વાત કરવાના છીએ. તમે આ બિઝનેસ દ્વારા સારી એવી કમાણી કરી શકો છો. હાલના સમયમાં આધાર કાર્ડ ખુબ મહત્વનો દસ્તાવેજ ગણાય છે. આધાર કાર્ડ વગર આજે કોઈ પણ કામ થઈ શકતું નથી. આવામાં આધાર કાર્ડની ફ્રેન્ચાઈઝી લેવી એ કોઈ નફાથી જરાય કમ નથી. અહીં દરરોજ કોઈને કોઈ વ્યક્તિ આધાર કાર્ડમાં પોતાનું નામ બદલવા, ફોટો બદલવા, મોબાઈલ નંબર અપડેટ કરવા જેવા કામ લઈને આવે છે. આ જ રીતે તમે ફ્રેન્ચાઈઝી લઈને મહિને મોટી કમાણી કરી શકો છો. 

જો તમે પણ આધાર કાર્ડની ફ્રેન્ચાઈઝી લેવા માંગતો હોવ તો સૌથી પહેલા તમારે UIDAI ની એક પરીક્ષા પાસ કરવી પડશે. ત્યારબાદ સર્વિસ સેન્ટર ખોલવા માટે લાઈસન્સ અપાશે. પરીક્ષા પાસ કર્યા બાદ તમારે આધાર એનરોલમેન્ટ નંબર અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડશે. ત્યારબાદ કોમન સર્વિસ સેન્ટરમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. 

જાણો કઈ રીતે કરવી અરજી?
- NSEIT ની અધિકૃત વેબસાઈટ https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action પર જવાનું રહેશે. 
- અહીં Create New User પર ક્લિક કરવાનું રહેશે. હવે Share Code enter ભરવાનું રહેશે. 
- Share Code enter માટે  https://resident.uidai.gov.in/offline-kyc પર જઈને ઓફલાઈન ઈ આધાર ડાઉનલોડ કરવાનું રહેશે. 
- ડાઉનલોડ કર્યા બાદ  XML File અને Share Code બંને ડાઉનલોડ થઈ જશે. 
- અપ્લાય કર્યા દરમિયાન એક ફોર્મ  ખુલશે, માંગેલી જાણકારી ભરો. 
- હવે ફોન અને e-mail ID પર USER ID અને Password આવી જશે. 
- હવે તમે આ આઈડી અને પાસવર્ડ દ્વારા Aadhaar Testing and Certification ના પોર્ટલ પર સરળતાથી લોગઈન કરી શકો છો. 
- હવે Continue પર ક્લિક કરો, એક ફોર્મ સામે ખુલશે, તેને ભરો અને હવે તમારો ફોટો અને ડિજિટલ સાઈન અપલોડ કરો. 
- હવે Proceed to Submit Form પર ક્લિક કરો અને આગળની કાર્યવાહી કરો. 

છેલ્લે કરવું પડશે પેમેન્ટ
આ સમગ્ર પ્રોસેસ કર્યા બાદ તમારે પેમેન્ટ કરવું પડશે. આ માટે તમારે વેબસાઈટના Menu માં જઈને પેમેન્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જેમાં પેમેન્ટ કર્યા બાદ તમે Please Click Here to Generate receipt ક્લિક રસીદને પણ ડાઉનલોડ કરી શકો છો. 

કેવી રીતે બુક કરશો સેન્ટર
આ સમગ્ર પ્રોસેસ કર્યા બાદ તમારે 1-2 દિવસ રાહ જોવી પડશે. ત્યારબાદ જ્યારે તમે લોગઈન કરશો તો  Book Center પર ક્લિક કરીને તમારા નીકટના સેન્ટરની પસંદગી કરી શકો છો. ત્યારબાદ તમારે આ સંબંધિત પરીક્ષા આપવી પડશે. પરીક્ષા માટે તમારે સમય અને તારીખ જણાવવી પડશે. પરીક્ષા પહેલા તમને એડમિટ કાર્ડ આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news