SBIના ગ્રાહકો માટે શરૂ કરી વધુ એક સુવિધા, દરેક ખાતેદાર ઉઠાવી શકશે ફાયદો
દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇ (SBI)એ તેમના કરોડો ગ્રાહકો માટે વધુ એક સર્વિસની શરૂઆત કરી છે. આ સુવિધાના ફાયદો કોઇ પણ ગ્રાહક ઉઠાવી શકે છે. નવી સુવિધા અંતર્ગત SBI ખાતેદારને ડેબિટ કાર્ટથી શોપિંગ કરવા પર પણ EMIની સુવિધા મળશે
Trending Photos
નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇ (SBI)એ તેમના કરોડો ગ્રાહકો માટે વધુ એક સર્વિસની શરૂઆત કરી છે. આ સુવિધાના ફાયદો કોઇ પણ ગ્રાહક ઉઠાવી શકે છે. નવી સુવિધા અંતર્ગત SBI ખાતેદારને ડેબિટ કાર્ટથી શોપિંગ કરવા પર પણ EMIની સુવિધા મળશે. તેના માટે ગ્રાહકને POS મશીનથી સ્વાઇપ કરવાનું રહેશે. એટલે કે, જો તમે ખરીદી કર્યા બાદ તેનું પેમેન્ટ કાર્ટ સ્વાઇપ કરી કરો છો તો તમારા બિલને EMIમાં કન્વર્ટ કરવાની સુવિધા મળશે. SBIના ટ્વિટ અનુસાર POS મશીનનો ઉપયોગ 40 હજારથી વધારે વ્યાપારી કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, SBI ગ્રાહકોને POS મશીનથી સ્વાઇપ કરવાની સુવિધા મળશે.
કોઇ ચાર્જ નથી
એસબીઆઇ (SBI)ની તરફથી ટ્વિટ કરી જણાવવામાં આવ્યું કે શોપિંગના બિલને EMIમાં કન્વર્ટ કરવા માટે કોઇ ચાર્જ આપવો પડશે નહીં. એટલે કે બેંક તેમારી પાસેથી ના તો કોઇ પ્રોસેસિંગ ફી લેશે અને ના કોઇ ડોક્યૂમેન્ટ વેરીફાઇ કરવાના રહેશે.
કેટલા દિવસની EMI
શોપિંગ બિલના EMIમાં કન્વર્ટ કર્યા બાદ ગ્રાહકને 6થી 18 મહિનામાં તેનું પેમેન્ટ કરવાનું રહેશે. બેંકની તરફથી ફ્રિઝ અને TV વગેરે ખરીદવા માટે પણ લોન આપવામાં આવશે.
#SBI is proud to have launched the Debit Card EMI on PoS, today, in Mumbai along with senior Reliance Digital officers. #SBIChairman, Shri Rajnish Kumar, said that he hoped the initiative enables customers to access funding for durable products. Read: https://t.co/YBy8ThipBe pic.twitter.com/UHJaxvMzs6
— State Bank of India (@TheOfficialSBI) October 7, 2019
ગ્રેસ પીરિયડ
જ્યારે કોઇ કસ્ટમર શોપિંગ બિલને EMIમાં કન્વર્ટ કરાવશે તો તેને આગામી મહિનાથી EMI પર ચુકવણી શરૂ કરવાની રહેશે. બેંક તરફથી SMS અને Email દ્વારા તેની જાણકારી આપવામાં આવશે.
કેવી રીતે મળશે લોન
જે ગ્રાહકોનો લોન ટ્રેક સારો છે તેમને જ બેંક સરળતાથી ગ્રાહકોને લોન આપશે. તમે તમારા ક્રેડિટ સ્કોર સાથે પણ ચકાસી શકો છો કે તમને લોન મળશે કે નહીં.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે