Railwayની નવી પહેલ : પાણીની ખોલી બોટલ આપશો તો મળશે 5 રૂ. રોકડા!
ઇન્ડિયન રેલવે પ્લાસ્ટિકથી વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે નવીનવી યોજના લાવી રહ્યું છે
Trending Photos
નવી દિલ્હી : ઇન્ડિયન રેલવે પ્લાસ્ટિકથી વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે નવી-નવી યોજના લાવી રહ્યું છે. હાલમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેલવેએ કેટલીક શતાબ્દી અને રાજધાની ટ્રેનોમાં પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવી પ્લેટોમાં ભોજન આપવાનું શરૂ કરી દીધું છે. હવે એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત પાણીની ખાલી બોટલને ક્રશ કરવાથી તેમને 5 રૂ. પરત મળશે. આની સાથે પ્રવાસીઓને આર્થિક ફાયદો તો થશે જ પણ પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાશે.
નવા પ્રયાસના ભાગરૂપે ભારતીય રેલવેએ વડોદરા રેલવે સ્ટેશન પર બોટલ ક્રશર મશીન (bottle crusher) લગાવ્યા છે જેનો હેતુ પરિસરને પ્લાસ્ટિક મુક્ત કરવાનો છે. આ માટે પ્રવાસીઓને પ્રોત્સાહન આપવા માટે રેલવેએ બોટલ ક્રશ કરવા માટે 5 રૂ. કેશબેક આપવાની ઓફર પણ કરી છે. વડોદરા રેલવે સ્ટેશન પર આ પ્રયાસને સફળતા મળશે તો ભવિષ્યમાં બીજા સ્ટેશનો પર પણ આવા જ મશીન લગાવવામાં આવશે.
Railways have installed bottle crushers at the Vadodara railway station to minimise plastic waste at the station.Railways have announced that passengers who'll enter their mobile number on the machine after dropping a bottle into it will get cashback of Rs 5 on their Paytm wallet pic.twitter.com/F5vlY9Wwfm
— ANI (@ANI) June 6, 2018
જો તમે વડોદરાના સ્ટેશન પર લાગેલા બોટલ ક્રશર મશીનમાં પાણીની ખાલી બોટલ નાખશો તો મશીનમાં મોબાઈલ નંબર નોંધાઈ જશે. આ પછી ખાલી બોટલ ક્રશ થઈ જશે અને તમને 5 રૂ. કેશબેક મળશે. આ કેશબેક તમારા પેટીએમ વોલેટમાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે