One Rupee Old Note: તમારી પાસે જો એક રૂપિયાની નોટ હોય તો સમજો થઈ જશો માલામાલ, જાણો કેવી રીતે
હવે જો અમે તમને એક કહીએ કે તમારી પાસે રહેલી જૂની પૂરાણી એક રૂપિયાની નોટ તમને ઘરે બેઠા લાખો રૂપિયા કમાણી કરાવી શકે છે તો તમે માનશો? પણ આ બિલકુલ સાચી વાત છે.
Trending Photos
one rupee old note: શું તમને ખબર છે કે રિઝર્વ બેંકના ગવર્નર એક રૂપિયાની નોટ માટે કોઈ રીતે જવાબદાર હોતા નથી કારણ કે આ નોટ પર ભારતના નાણા સચિવની સહી હોય છે. દરેક કરન્સી નોટ અને કોઈનનું એક અલગ મહત્વ હોય છે. જેમ જૂના થાય તેમ તેની વિશિષ્ટ સંગ્રહ હેઠળ તેની વેલ્યૂ પણ વધતી હોય છે. ક્યારેક બહુ જૂની પુરાણી કરન્સી નોટ કે ચલણી સિક્કો તમને રાતોરાત માલામાલ કરી નાખે છે. જેને જૂની પૂરાણી ચીજો ભેગી કરવાની આદત હોય તેના માટે આવી તક સંપત્તિ સર્જનની બહુમૂલ્ય તક ઊભી કરે છે.
હવે જો અમે તમને એક કહીએ કે તમારી પાસે રહેલી જૂની પૂરાણી એક રૂપિયાની નોટ તમને ઘરે બેઠા લાખો રૂપિયા કમાણી કરાવી શકે છે તો તમે માનશો? પણ આ બિલકુલ સાચી વાત છે. કારણ કે જ્યારે કોઈ વસ્તુ જૂની થઈ જાય છે તો તે એન્ટીક શ્રેણીમાં આવતી હોય છે. આવી વસ્તુઓની આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ માંગણી પણ હોય છે. આવી વસ્તુઓની હરાજી થાય છે અને સારા પૈસા પણ મળે છે. આવી હરાજી ઓનલાઈન અનેક વેબસાઈટ પર થતી હોય છે. જેમાં જૂની પૂરાણી ચલણી નોટો અને સિક્કાની હરાજી થાય છે.
OLX આવી જ એક લોકપ્રિય સાઈટ છે જ્યાં દુર્લભ નોટો અને સિક્કાઓની હરાજી થાય છે. તમે તમારું લોગઈન આઈડી અને પાસવર્ડ દ્વારા આ સાઈટ પર હરાજીમાં ભાગ લઈ શકો છો. બીજી સાઈટ છે indiamart.com જ્યાં તમે સિક્કાની હરાજી કરી શકો છે. તમારે આ માટે જે વસ્તુ હરાજીમાં મૂકવાની હોય તેનો ફોટો મૂકવાનો હોય છે. જે જૂની નોટોની વાત થઈ રહી છે તે જૂના જમાનાની એટલે કે તમારા દાદા પરદાદાના જમાનાની નોટો જો તમારી પાસે હોય તો તમે ભાગ્યશાળી કહેવાશો જેના દ્વારા ખરીદનારા સીધો તમારો સંપર્ક કરી શકશે. ત્યાંથી તમે ચૂકવણી અને ડિલિવરીની શરતોને ધ્યાનમાં રાખી તમારી પાસે જે સિક્કો કે નોટ હોય તે વેચી શકો છો.
વેચાણ કેવી રીતે કરાય તે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસથી સમજો...
1. સૌથી પહેલા તો www.olx.com પર જાઓ.
2. ત્યારબાદ વેબસાઈટ પર તમારી જાતને વેચાણકાર તરીકે રજિસ્ટર કરો. જો પહેલેથી જ રજિસ્ટર્ડ હોવ તો સીધુ લોગઈન કરો.
3. ત્યારબાદ નોટ માટે એક યાદી બનાવવી પડશે. જેમાં નોટની એક સ્પષ્ટ તસવીર અપલોડ કરો જેથી કરીને લોકો તમે જે વસ્તુ વેચવા માંગો છે તે બરાબર જોઈ શકે. તેની વેચાણકિંમત પણ રજૂ કરવી પડશે.
4. લિસ્ટિંગ થયા બાદ તે લાઈવ થશે. દેશ વિદેશમાં રહેતા જૂની નોટ અને સિક્કી ભેગા કરવાના શોખીનો પછી તો તમારો તરત સંપર્ક કરવાનો શરૂ કરી દેશે. ધાર્યા પ્રમાણે તમે કિંમત ઊભી કરી શકો છે. જેટલી જૂની તમારી નોટ હશે એટલો સારો રિસ્પોન્સ મળશે.
એક રૂપિયાની નોટ વિશે વાત કરીએ તો ભારતમાં એક રૂપિયાની પહેલી નોટ 30 નવેમ્બર 19917ના રોજ છપાઈ હતી. પહેલવહેલી નોટ પર તે સમયે કિંગ જ્યોર્જ પંચમનો ફોટો હતો. જો કે મીડિયા રિપોર્ટ્સ જોઈએ તો આ નોટ 1926માં બંધ કરી દેવાઈ પણ 1940માં તે ફરી ચલણમાં આવી. પણ 1994માં આ નોટ વળી પાછી બંધ કરાઈ અને 1 જાન્યુઆરી 2015થી તેનું છાપકામ ફરી શરૂ કરાયું. આ નોટ તમારી પાસે હોય તો તમને ચોક્કસપણે લખપતિ બનાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે