મોદી સરકારે આજથી લાગૂ કર્યો નવો કાયદો, હવે છેતરપિંડી કરનારની ખેર નહી
મોદી સરકાર (Modi Govt)એ આજથી નવો કાયદો (New Law) લાગૂ કરી દીધો છે. આ ખાસ કાયદો દેશની જનતાને વધુ તાકાતવર બનાવશે. ગ્રાહકોની સાથે અવાર નવાર છેતરપિંડીને રોકવા માટે મોદી સરકારે ગ્રાહકોની સુરક્ષાનો નવો કાયદો આજથી લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: મોદી સરકાર (Modi Govt)એ આજથી નવો કાયદો (New Law) લાગૂ કરી દીધો છે. આ ખાસ કાયદો દેશની જનતાને વધુ તાકાતવર બનાવશે. ગ્રાહકોની સાથે અવાર નવાર છેતરપિંડીને રોકવા માટે મોદી સરકારે ગ્રાહકોની સુરક્ષાનો નવો કાયદો આજથી લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019 (Consumer Protection Act-2019) ના રોજ 20 જુલાઇથી લાગૂ કરી દેવામાં આવશે. નવો કાયદો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986નું નવું સ્વરૂપ હશે.
કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે નવો કાયદો 20 જુલાઇના રોજ એટલે કે આજથી લાગૂ થઇ જશે. નવા ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019 (Consumer Protection Act-2019)ને લાગૂ કરવાનો પરિપત્ર જાહેર કરી દીધો છે. આ નવો કાયદો લાગૂ થતાં જ ગ્રાહકોના હિતની રક્ષા માટે ઘણા નવા નિયમ લાગૂ થઇ જશે, જે જૂના એક્ટમાં ન હતા. ખાસ કરીને ગત વર્ષોમાં આવેલા નવા બિઝનેસ મોડલ્સને પણ તેમાં પણ સામેલ કરવામાં આવ્યા છે.
નવા કાયદામાં આ છે વિશેષતાઓ
- નવા કાયદામાં ગ્રાહકોને ભ્રામક જાહેરાત કરવામાં આવતાં કાર્યવાહી કરવામાં આવશે.
- ગ્રાહકો દેશના કોઇપણ કંઝ્યૂમર કોર્ટમાં કેસ દાખલ કરી શકશે.
- નવા કાયદામાં Online અને Teleshopping કંપનીઓને પહેલીવાર સામેલ કરવામાં આવી છે.
- ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેળ હશે તો કંપનીઓ પર દંડ અને જેલની જોગવાઇ છે.
- કંઝ્યૂમર મીડિએશન સેલની રચના. બંને પક્ષ પરસ્પર સહમતિથી મીડિએશન સેલ જઇ શકશે.
- PIL અથવા જનહિત અરજી હવે કંઝ્યૂમર ફોરમમાં ફોરમમાં ફાઇલ કરી શકાશે. પહેલાંના કાયદામાં આમ ન હતું.
- કંઝ્યૂમર ફોરમમાં એક કરોડ રૂપિયા સુધીના કેસ દાખલ થઇ શકશે.
- સ્ટેટ કંઝ્યૂમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમીશનમાં એક કરોડથી દસ કરોડ રૂપિયા સુધી કેસોની સુનાવણી થશે.
- નેશનલ કંઝ્યૂમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમીશનમાં દસ કરોડથી ઉપરના કેસોની સુનાવણી થશે.
તમને જણાવી દઇએ કે ગ્રાહક સુરક્ષા કાનૂન 2019 ઘણા સમય પહેલાં તૈયાર થઇ ચૂક્યો છે. જોકે આ કાનૂનને થોડા મહિના પહેલાં લાગૂ કરવાનો હતો, પરંતુ કોરોના વાયરસ (Coronavirus) મહામારે ફેલાવવા અને લોકડાઉન (Lockdown)ના કારણે તેને ટાળી દેવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે