મુકેશ અંબાણી અને પરિવાર માટે આવ્યા છે ખુશીથી નિંદર ઉડી જાય એવા સમાચાર
કંપનીના શેરનો ભાવ આ વર્ષમાં અત્યાર સુધીમાં 41 ટકા વધી ગયા સાથે છેલ્લા 25 દિવસમાં જ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.9 લાખ કરોડથી એક લાખ કરોડ વધીને રૂ.10 લાખ કરોડનો આંક પાર કરી ગયું છે.
Trending Photos
નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના પ્રમુખ મુકેશ અંબાણી (Mukesh Amabani)5 લાખ કરોડ રૂપિયા (70 અરબ ડોલર)ની સંપત્તિના બેન્ચમાર્કને પાર કરનારા પહેલા ભારતીય બની ગયા છે. કંપનીના શેરનો ભાવ આ વર્ષમાં અત્યાર સુધીમાં 41 ટકા વધી ગયા સાથે છેલ્લા 25 દિવસમાં જ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.9 લાખ કરોડથી એક લાખ કરોડ વધીને રૂ.10 લાખ કરોડનો આંક પાર કરી ગયું છે. રિલાયન્સના શેર્સમાં આવેલા ઉછાળાને કારણે છેલ્લા 15 અઠવાડિયામાં મુકેશ અંબાણી અને તેમના પરિવારની શેર વેલ્યુમાં 45 ટકાનો વધારો થયો છે. આ ઉછાળાને પગલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણીની પોતાની નેટવર્થ આજે વધીને 60.7 અબજ ડોલરથી વધુ થઈ છે. રિલાયન્સમાં અડધાથી વધુ હોલ્ડિંગ ધરાવતા મુકેશ અંબાણી એશીયાના સૌથી શ્રીમંત વ્યક્તિ છે.
ખરીદવાની હિંમત પણ ન કરી શકાય તેવા ભાવે વેચાઈ રહ્યું છે લસણ
રિલાયન્સનો શેર ગુરુવારે કારોબાર દરમિયાન આ સ્તરે પહોંચ્યો. બુધવારે 0.7 ટકાના વધારા સાથે 1569.75 રૂપિયા પર બંધ થયો હતો. રિલાયન્સના શેરે આ વર્ષે રોકાણકારોને 40 ટકા રિટર્ન આપ્યું છે. બ્રોકરેજ ફર્મોનું રેટિંગ વધવા અને ટેલિકોમ બિઝનેસ સતત ફાયદામાં રહેવાને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં થોડા દિવસોથી સતત તેજી છે.
સંજયભાઈ સવારે માર્કેટમાં આવ્યા તો ગાયબ હતી 250 કિલો ડુંગળી, સુરતમાં ચોરીની અનોખી ઘટના
બ્રોકરેજ ફર્મ બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચે ગત મહિને આ રિપોર્ટ ઈસ્યુ કર્યો હતો. તે મુજબ રિલાયન્સના ન્યુ કોમર્સ અને બ્રોડબેન્ડ બિઝનેસની મદદથી અગામી 24 મહીનામાં કંપનીની માર્કેટ કેપ 200 અબજ ડોલર સુધી પહોંચી છે. બ્લુમબર્ગ બિલિનેયરીઝ ઇન્ડેકે્સમાં પણ મુકેશ અંબાણીને સૌથી ધનિક ભારતીય ગણાવાયા છે. અમીર ભારતીયોની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 8 વર્ષથી સતત ટોપ પર છે. આ વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલા હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં પણ મુકેશ અંબાણીનો સમાવેશ દુનિયાના સૌથી ધનિક 10 વ્યક્તિઓમાં કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
બિઝનેસના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે