ખાનગી નોકરીવાળાઓને થશે રૂપિયાનો વરસાદ!!! ઈલેક્શન પહેલા મોદી સરકારનું મોટું પ્લાનિંગ
જો તમે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરો છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. કેન્દ્ર સરકાર ઈલેક્શન પહેલા કરોડો ખાનગી કર્મચારીઓને રાહત આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રો અનુસાર, સરકાર આ વર્ષના અંત સુધી ગ્રેજ્યુઈટી મળવાની સમયસીમા ઘટાડવાની તૈયારી કરી રહી છે. હાલ કોઈ પણ કંપનીમાં કામ કરનારા કર્મચારીને 5 વર્ષની નોકરી પર ગ્રેજ્યુઈટી મળવાનું પ્રોવિઝન છે. હવે આ સમય મર્યાદાને ઘટાડીને ત્રણ વર્ષ કરવાની તૈયારી ચાલી રહી છે.
Trending Photos
નવી દિલ્હી/પ્રકાશ પ્રિયદર્શી : જો તમે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરો છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. કેન્દ્ર સરકાર ઈલેક્શન પહેલા કરોડો ખાનગી કર્મચારીઓને રાહત આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રો અનુસાર, સરકાર આ વર્ષના અંત સુધી ગ્રેજ્યુઈટી મળવાની સમયસીમા ઘટાડવાની તૈયારી કરી રહી છે. હાલ કોઈ પણ કંપનીમાં કામ કરનારા કર્મચારીને 5 વર્ષની નોકરી પર ગ્રેજ્યુઈટી મળવાનું પ્રોવિઝન છે. હવે આ સમય મર્યાદાને ઘટાડીને ત્રણ વર્ષ કરવાની તૈયારી ચાલી રહી છે.
લેબર મિનિસ્ટ્રીએ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી માંગી સલાહ
સૂત્રો અનુસાર, તેની તૈયારીઓ હવે શરૂ કરી દેવાઈ છે અને લેબર મિનિસ્ટ્રીએ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી આ મામલે સલાહ માંગી છે. મંત્રાલય આ મામલે ઈન્ડસ્ટ્રીનો મત જાણવા માંગે છે, કે આવું કરવાથી શું અસર પડશે. સાથે જ તેને લાગુ કરવામાં આવે તો શું તકલીફો આવી શકે છે. મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે, આ પ્રસ્તાવને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના નવા બોર્ડની સામે રાખવામા આવે.
ત્રણ વર્ષ રહી શકે છે સમયમર્યાદા
સૂત્રોનું કહેવું છે કે, પાંચ વર્ષથી ઓછું કરીને ગ્રેજ્યુઈટી મળવાની સમય મર્યાદા ઘટાડીને ત્રણ વર્ષ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ગ્રેજ્યુઈટીની ગણતરીની રીતમાં પણ બદલાવ લાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે, લેબર યુનિયન તરફથી ગ્રેજ્યુઈટીની સમય મર્યાદા ઓછી કરવાની માંગ કરવામા આવી રહી છે.
શું છે ગ્રેજ્યુઈટી
ગ્રેજ્યુઈટી કર્મચારીના વેતન એટલે કે સેલેરીનો એ હિસ્સો છે, જે કંપની તેના એમ્પ્લોયરને તેની વર્ષોથી સેવાઓના બદલામાં આપે છે. ગ્રેજ્યુઈટી એ લાભકારી યોજના છે, જે રિટાયર્ડમેન્ટ લાભનો ભાગ છે અને નોકરી છોડવા કે પૂરી થવા પર કર્મચારીને કંપની દ્વારા આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે