LIC ની પોલિસીથી દેશભરમાં ધૂમ, 15 દિવસમાં વેંચાઈ ગઈ 50 હજારથી વધુ પોલિસી

LIC ની જીવન આઝાદ પોલિસીનું હાલ ધૂમ વેચાણ થઈ રહ્યુ છે, સાથે જ લોકોનો રિસ્પોન્સ પણ એટલો જ મળી રહ્યો છે. આ સ્કીમને હાલમાં જ જાન્યુઆરી 2023માં લોન્ચ કરાઈ છે. આ પોલિસીનો ન્યૂનતમ સમ એશ્યોર્ડ 2 લાખ રૂપિયા છે. જેને કોઈ ભારતીય નાગરિક સરળતાથી ખરીદી શકે છે. 

LIC ની પોલિસીથી દેશભરમાં ધૂમ, 15 દિવસમાં વેંચાઈ ગઈ 50 હજારથી વધુ પોલિસી

દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમની જીવન આઝાદ પોલીસે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ નવી પોલિસી લોન્ચ થયાના 10થી 15 દિવસમાં જ LICની 50 હજારથી વધુ જીવન આઝાદ પોલિસી વેચાઈ ચુકી છે. LICના અધ્યક્ષ એમ.આર. કુમારે વર્ચ્યૂલી પ્રેસ મીટમાં આ માહિતી આપી હતી. જીવન આઝાદ પોલિસી એક નોન પાર્ટિસિપેટિંગ વીમા સ્કીમ છે. LICએ જાન્યુઆરી 2023માં આ સ્કીમ લોન્ચ કરી હતી. LIC દરેક ઉંમરના લોકો માટે પોલિસી બનાવે છે. ત્યારે દેશના લાખો લોકોએ LICની મોટાભાગની સ્કીમમાં રોકાણ કરેલું છે. 

રિટર્ન મળવાની પાક્કી ગેરન્ટી
જીવન આઝાદ સ્કીમની પ્રીમિયમ ભરવાની મુદત માઈનસ 8 વર્ષ છે. ઉદાહરણ તરીકે જો કોઈ રોકાણકાર પોલિસીમાં 18 વર્ષની ટર્મ પસંદ કરે છે, તો વ્યક્તિએ 10 વર્ષ સુધી જ પ્રીમિયમ ચૂકવવા પડશે... અને જ્યારે પોલિસી પાસે છે ત્યારે એકસાથે રકમ ચુકવવાની ગેરન્ટી આપવામાં આવે છે. આ પોલિસીમાં લઘુત્તમ વીમા રકમ 2 લાખ રૂપિયા છે અને મહત્તમ વીમા રકમ 5 લાખ રૂપિયા છે. આ પોલિસીને 15થી 20 વર્ષ માટે લઈ શકાય છે. 

કોણ લઈ શકે છે પોલિસી
જો કોઈ 30 વર્ષનો વ્યક્તિ 18 વર્ષ માટે જીવન આઝાદ પોલિસી ખરીદી છે. તે 2 લાખની લધુત્તમ રકમ માટે 12 હજાર 38 રૂપિયા 10 વર્ષ સુધી જમા કરે છે. ત્યારે જો કોઈ પોલિસી ખરીદનારનું મૃત્યુ થઈ જાય, તો પોલિસી લીધા સમયે પસંદ કરેલો બેસિક લધુત્તમ વીમા રકમ અથવા વાર્ષિક પ્રિમીયમના 7 ગણા રૂપિયા પોલિસી ધરીદનારને આપવામાં આવશે. પરંતુ આવી સ્થિતિ માટે એક શર્ત એવી છે કે મૃત્યુની તારીખ સુધી ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમ 105 ટકાથી ઓછું ન હોવું જોઈએ. 

આ સ્કીમમાં 90 દિવસના બાળકથી લઈને 50 વર્ષ સુધીના લોકો રોકાણ કરી શકે છે. જો તમે LICની આ પોલિસી લો છો તો તમને મહિને, 3 મહિને, 6 મહિને અને વાર્ષિક પ્રિમીયમ ભરવાનો વિકલ્પ આપવામાં આવે છે. ત્યારે વીમો પાકતા સમયે વીમો લેનારને રિટર્ન મળે જ છે. 

LICનો નફો 
એમ.આર. કુમારે જણાવ્યું હતું કે બિન-ભાગીદારી વીમા જેવા ગેરન્ટેડ યોજનાઓ પર એલઆઈસી ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કારણ કે તેઓ પોલિસીધારકોને ઉચ્ચ માર્જિન પ્રદાન કરે છે. પ્રેસ મીટ દરમિયાન, તેમણે જણાવ્યું કે 31 ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થતા ક્વાર્ટરમાં LICનો ચોખ્ખો નફો વધ્યો છે. LICએ ડિસેમ્બરના ક્વાર્ટરમાં નફામાં 6334 કરોડ રૂપિયાની વૃદ્ધિ કરી છે. જ્યારે 1 વર્ષની પહેલી અવધિમાં તે 235 કરોડ હતો. LICની ચોખ્ખી પ્રીમિયમ આવક પણ Q3FY22માં રૂ. 97,620 કરોડની સરખામણીએ Q3FY23માં વધીને રૂ. 1.1 લાખ કરોડ થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news