મોદી સરકારની આ યોજના અંતર્ગત મળશે 10 લાખની લોન, જાણો શું છે પ્રક્રિયા
દેશના કુશળ યુવાનો અને નાના કારોબારીઓ તેમનો વ્યવસાય વધારી શકે તે માટે મોદી સરકારે વડાપ્રધાન મુદ્રા યોજના (PMMY)ની શરૂઆત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: દેશના કુશળ યુવાનો અને નાના કારોબારીઓ તેમનો વ્યવસાય વધારી શકે તે માટે મોદી સરકારે વડાપ્રધાન મુદ્રા યોજના (PMMY)ની શરૂઆત કરી છે. આ યોજના તે લોકોને વધુ ઉપયોગી થશે જેમને બેંકોના નિયમ પૂરા ન કરી શકતા તેમનો બિઝનેશ શરૂ કરવા માટે લોન મળતી નથી. વડાપ્રધાન મુદ્રા યોજના (PMMY) અંતર્ગત આ લોકો લોન લઇ શકે છે જેમના નામે કુટીર ઉદ્યોગો છે અથવા જેની પાસે પાર્ટનરશિપના દસ્તાવેજ છે.
PMMYના અંતર્ગત નાના કારોબારીઓ અને દુકાનદારો માટે લોનની સુવિધા ત્રણ તબ્બકાઓમાં આપવામાં આવી છે
શિશુ લોન યોજના: આ યોજના અંતર્ગત 50 હજાર રૂપિયા સુધી લોન આપવામાં આવે છે.
કિશોર લોન યોજના: આ યોજનામાં લોનની રકમ 50 હજારથી 5 લાખ રૂપિયા સુધીની હોય છે.
તરૂણ લોન યોજના: આ યોજનામાં 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
કોને મળી શકે છે PMMYના અંતર્ગત લોન
આ યોજના માત્ર નાના વપેરીઓ અને કારોબારિઓ માટે છે. જો તેમે મોટા પાયે બિઝનેસ કરો છો તો તમે આ યોજના અંતર્ગત લોન લેવા માટે યોગ્ય નથી. વડાપ્રધાન મુદ્રા યોજના અંતર્ગત શિક્ષણ અથવા ઘર ખરીદવા માટે પણ લોન આપવામાં આવતી નથી. ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં સ્થિત બિન-કોર્પોરેટ નાના બિઝનેસ માલિકો (એનસીએસબીએસ), જેમાં એવી લાખો પ્રોપ્રાઇટરશિપ/પાર્ટનશિપ ફેમ શામેલ છે. નાના ઉત્પાદન એકમો, સેવા ક્ષેત્રેના એકમો, દુકાનદારો, શાકભાજી-ફળના વેચનારા, ટ્રક ડ્રાઇવર, ખાદી સેવા એકમો, સમારકામની દુકાનો, મશીન ઓપ્રેટર્સ, નાના પાયે ઉદ્યોગો, કારીગરો, ફૂડ પ્રોસેસિંગ એકમો જેવા વ્યવસાય ચલાવતા લોકોને મુદ્રા યોજના અંતર્ગત લોન મળી શકે છે.
મુદ્રા લોન લેવા માટે શું જોઇએ લાયકાત?
ભારતના કોઇપણ નાગરિક જેના નોન-એગ્રીકલ્ચર સેક્ટર આવક-પેદા કરતી પ્રવૃત્તિ જેવી કે ઉત્પાદન, પ્રોસેસિંગ, વ્યાપાર અથવા સર્વિસ સેક્ટર ક્ષેત્ર સાથેનું વ્યવસાય યોજના હોય અને જેમને 10 લાખથી ઓછી લોનની જરૂરિયાત હોય, તેઓ વડાપ્રધાન મુદ્રા યોજના (PMMY) અંતર્ગત લોન લઇ શકે છે. આ વ્યક્તિ મુદ્રા લોન પ્રાપ્ત કરવા માટે કોઇપણ બેંક, નાની નાણાકીય સંસ્થા અથવા નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓનો સંપર્ક કરી શકે છે. PMMYના અંતર્ગત લોન લેવા માટે લેન્ડીંગ એજન્સીના સામાન્ય શરતોનું પાલન કરવું પડી શકે છે. લોન દર ભારતિય રિઝર્વ બેંક (RBI) દ્વારા આ સંબંધમાં સમય-સમય પર જાહેર કરેલા દિશાનિર્દેશોનુસાર નક્કી હોય છે.
ક્યાંથી મળશે વડાપ્રધાન મુદ્રા યોજના અંતર્ગત લોન?
વડાપ્રધાન મુદ્રા યોજના (PMMY) સાર્વજનિક વિસ્તારોની બધી બેંકો જેવી કે, પીએસયૂ બેંકો, પ્રાદેશિક ગ્રામિણ બેંક અને સહકારી બેંક, ખાનગી ક્ષેત્રની બેંકો, વિદેશી બેંકો, નોન બેંકિંગ સંસ્થાઓ અને બિન-બેન્કિંગ નાણાકીય કંપનીઓના માધ્યમથી ઉપલબ્ધ થશે. 08 એપ્રિલ 2015 પછીથી બિન-કૃષિ ક્ષેત્રમાં આવક પેદા કરતી પ્રવૃત્તિઓ માટે પૂરી પાડવામાં આવેલ 10 લાખ સુધીની બધી લોનને વડાપ્રધાન મુદ્રા યોજનામાં સમાવિષ્ટ ગણવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે