IPO Next Week: કમાણીની તક આવી, આગામી સપ્તાહે થશે 2500 કરોડનો ખેલ, ખુલી રહ્યાં છે 6 કંપનીના આઈપીઓ

Upcoming IPO: જો તમે પણ આઈપીઓમાં પૈસા લગાવવાનું પસંદ કરો છો તો આગામી સપ્તાહ ખુબ મહત્વનું રહેવાનું છે. બે મુખ્ય કંપનીઓ સિવાય ચાર  SME આઈપીઓ આગામી સપ્તાહે ખુલવાના છે. 
 

IPO Next Week: કમાણીની તક આવી, આગામી સપ્તાહે થશે 2500 કરોડનો ખેલ, ખુલી રહ્યાં છે 6 કંપનીના આઈપીઓ

IPO Next Week: આગામી અઠવાડિયું IPOના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે બે મોટી કંપનીઓ સહિત કુલ 6 કંપનીઓના IPO ખુલવા જઈ રહ્યા છે. આના દ્વારા 2500 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના છે.

આગામી સપ્તાહે શેરબજારમાં ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે. તમે આ IPOમાં 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે બિડ કરી શકો છો. તે જ સમયે, 12 ડિસેમ્બરે એન્કર ઈન્વેસ્ટરો માટે ઇશ્યૂ ખુલશે. આ IPOનું કદ 1200 કરોડ રૂપિયા છે. DOMS IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 750 થી રૂ. 790 વચ્ચે નક્કી કરવામાં આવી છે. આ IPO ગ્રે માર્કેટમાં ઘણો ધૂમ મચાવી રહ્યો છે. તે હાલમાં 60.76 ટકાના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યું છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો કંપનીના શેર રૂ. 1270ની આસપાસ લિસ્ટ થઈ શકે છે.

આ સિવાય ફાઈનાન્સ કંપની ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સનો આઈપીઓ 13 ડિસેમ્બરે માર્કેટમાં આવવાનો છે. કંપની આ આઈપીઓ દ્વારા 1200 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 469થી 493 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી નક્કી કરવામાં આવી છે. 

investorgain.com અનુસાર India Shelter Finance ના આઈપીઓનો જીએમપી 130 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. તેવામાં જો આ સ્થિતિ યથાવત રહે તો કંપનીના શેરનું લિસ્ટિંગ 623 રૂપિયા પ્રતિ શેર પ્રમાણે થશે. 

Presstonic Engineering, SJ Logistics, Shree OSFM E-Mobility અને Siyaram Recycling Industries નો આઈપીઓ SME કેટેગરીમાં ખુલી રહ્યો છે. 

Presstonic Engineering નો આઈપીઓ 11થી 13 ડિસેમ્બર વચ્ચે ખુલી રહ્યો છે. તેના દ્વારા કંપની 23.30 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે. SJ Logistics નો આઈપીઓ 12થી 14 ડિસેમ્બર વચ્ચે ખુલશે અને તેના દ્વારા કંપની 48 કરોડ રૂપિયા ભેગા કરશે. 

Shree OSFM E-Mobility અને Siyaram Recycling Industries નો આઈપીઓ 14થી 18 ડિસેમ્બર વચ્ચે ખુલી રહ્યો છે. Shree OSFM E-Mobility આઈપીઓ દ્વારા 24 કરોડ રૂપિયા અને Siyaram Recycling Industries 23 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news