Big Relief! હવે જન્મજાત બીમારીઓનો પણ મળશે ક્લેમ, પોલિસી આપવાનો ઇનકાર નહીં કરી શકે વીમા કંપનીઓ
ઇન્શ્યોરન્સ (Insurance) રેગ્યુલેટર IRDAI (Insurance Regulatory and Development Authority) એ વીમા કંપનીઓને સ્પષ્ટ કહ્યું છે કે, વીમા કંપનીઓ (Insurance Company) કોઈપણ પોલિસી આપવાથી ઇનકાર કરી શકતી નથી, ભલે તે બીમારી જન્મજાત કેમ ના હોય
Trending Photos
નવી દિલ્હી: વીમા કંપનીઓ (Health Insurance) આવનાર સમયમાં તમને કોઈપણ બીમારીનો ક્લેમ આપવાથી ઇનકાર કરી શકશે નહીં. ઇન્શ્યોરન્સ (Insurance) રેગ્યુલેટર IRDAI (Insurance Regulatory and Development Authority) એ વીમા કંપનીઓને સ્પષ્ટ કહ્યું છે કે, વીમા કંપનીઓ (Insurance Company) કોઈપણ પોલિસી આપવાથી ઇનકાર કરી શકતી નથી, ભલે તે બીમારી જન્મજાત કેમ ના હોય.
'કોઈપણને જન્મજાત બીમારી હોવા છતાં મળશે ક્લેમ'
આઈઆરડીએઆઈના (IRDAI) અધ્યક્ષ સુભાષચંદ્ર ખુંટીયા નેશનલ ઇન્શ્યોરન્સ એકેડેમીના કાર્યક્રમમાં બોલતા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ જન્મથી બીમાર હોય અથવા કોઈ બીમારી હોય જેના માટે વીમા કંપની (Insurance Company) કોઈ પોલિસી ન આપી રહી હોય, તો કંપનીઓએ બિમારી જે તે વ્યક્તિના હાથમાં નથી તેમને વીમા કવચનો (Insurance Policy) ઇનકાર ન કરવો જોઈએ. આઈઆરડીએઆઈએ (IRDAI) જણાવ્યું હતું કે વીમા કંપનીઓએ આ મામલામાં કાળજી લેવાની જરૂર છે. પોલિસી ધારકોને વધુ ડેટા વિશ્લેષણ કરીને વીમાથી દૂર રાખવું ખોટું છે.
આ પણ વાંચો:- Assembly Election 2021 Date: ચૂંટણી પંચે કરી જાહેરાત, 5 રાજ્યોમાં આ તારીખે યોજાશે વિધાનસભાની ચૂંટણી
વેલ્યુ એડેડ સેવાઓ શરૂ કરશે વીમા કંપનીઓ
કાર્યક્રમમાં, તેમણે વીમા કંપનીઓને (Insurance Company) તેમની સેવાઓ સુધારવા માટે વેલ્યુ એડેડ સેવાઓ શરૂ કરવાની સલાહ પણ આપી. પોલિસી (Insurance Policy) સાથે વેલ્યુ એડેડ સેવાઓ મેળવીને ગ્રાહકોને સારી સુવિધા મળશે. આઇઆરડીએઆઈએ (IRDAI) કહ્યું કે આનાથી વીમા કંપની અથવા પોલિસી વાળા ગ્રાહકના અનુભવમાં સુધારો થશે. ખુંટિયાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં વીમા કંપનીઓ વીમા ઉત્પાદનો સાથે મૂલ્ય વર્ધિત સેવા પણ ઉમેરશે જેથી નીતિધારકોને વધુ સારી સેવા મળી શકે.
આવી હશે વેલ્યુ એડેડ સેવાઓ
એટલે કે, વીમા કંપનીઓ (Insurance Company) ગ્રાહકોને તેમની વીમા પોલિસીમાં (Insurance policy) વેલ્યુ એડેડ સેવાઓ પ્રદાન કરશે, જેમ કે ડાયાબિટીસના દર્દીએ કયો ડાયટ પ્લાન અપનાવો જોઈએ, શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. તેમને ફીટનેસ કોચ પૂરા પાડવામાં આવશે, આરોગ્ય તપાસણી કરાશે અને કન્સલ્ટન્સી સુવિધાઓ એડેડ સર્વિસમાં સમાવવામાં આવશે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર આઇઆરડીએઆઈ કહે છે કે, હવે વીમા કંપનીઓએ દર્દીને હોસ્પિટલમાં સારવાર કરાવવા પર વધુ આ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે બીમારીઓથી પોતાનો કેવી રીતે બચાવ કરવો, ફીટ કેવી રીતે રાખવા જેથી ઓછામાં ઓછું તેને હોસ્પિટલમાં આવવું પડે. વીમા કંપનીઓનું ધ્યાન તેમની સેવાઓ સુધારવા પર વધુ હોવું જોઈએ.
કોવિડનો ક્લેમ
ખુંટિયાએ જણાવ્યું હતું કે, કોવિડ-19 માટે અત્યાર સુધીમાં 7136.3 કરોડ રૂપિયાના ક્લેમ કરવામાં આવ્યા છે. જેમાં કોરોના કવચ જેવી સ્કી ક્લેમ 700 કરોડ છે. જ્યારે મહામારીથી સંબંધિત જીવન વીમા ક્લેમ રૂ. 1242 કરોડ છે, જેની ચુકવણી કરવામાં આવી છે.
ઇન્શ્યોરન્સમાં મોટા પાયે ઇનોવેશન
ઇન્શ્યોરન્સ કંપનીઓએ કોવિડ-19 માં હજારો કરોડના ક્લેમ સેટલ કર્યા છે. સારી ટેક્નોલોજીની મદદથી જોખમ પણ ઓછું કરવામાં આવી રહ્યું છે. સમાચાર અનુસાર, સેન્ડબોક્સના નિયમોને કારણે ઇન્શ્યોરન્સમાં મોટા પાયે ઇનોવેશન થઈ રહ્યુ છે. તેની અસર છે કે કંપનીઓએ ઇનોવેટિવ પ્રોડક્ટ્સમાં રસ વધાર્યો છે. ખાસ કરીને, હેલ્થ અને સ્ટાન્ડર્ડ પ્રોડક્ટમાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. સમાચાર અનુસાર, સ્ટાન્ડર્ડ પ્રોડક્ટમાં પણ ઇનોવેશન કરી શકાય છે. ડેટા દ્વારા જોખમ શોધી શકાય છે. ઉપરાંત, ડેટા સુરક્ષા અને પ્રાઇવેસી પર ઇન્શ્યોરન્સ કંપનીઓએ વધુ ધ્યાન આપવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે