2,999માં બુક કરો થિયેટર, ક્યારેય પણ જોઇ શકો છો પોતાની મનપસંદ મૂવી, Inox ની ધમાકેદાર ઓફર
કોરોના સંકટના કારણે સાત મહિના સુધી બંધ સિનેમાહોલ હવે ધીમે ધીમે ખુલવા લાગ્યા છે. કડક દિશા-નિર્દેશો વચ્ચે સિનેમા હોલમાં મૂવી જોવાની રીત હવે બદલાઇ ચૂકી છે.
Trending Photos
નવી દિલ્હી:કોરોના સંકટના કારણે સાત મહિના સુધી બંધ સિનેમાહોલ હવે ધીમે ધીમે ખુલવા લાગ્યા છે. કડક દિશા-નિર્દેશો વચ્ચે સિનેમા હોલમાં મૂવી જોવાની રીત હવે બદલાઇ ચૂકી છે. હોલની અંદર સેનિટાઇઝેશન, સફાઇ અને સોશિયલ ડિસ્ટેંસિંગ જેવા નિયમોનું કડકાઇથી પાલ કરવું પડશે. દર્શક પણ સિનેમા હોલથી હજુ દૂર રહેવાનું પસંદ કરી શકે છે. એવામાં સિનેમા માલિક પણ દર્શકોને મૂવી થિયેટર સુધી ખેંચવા માટે નવી નવી ઓફર્સ લઇ આવી રહ્યા છે. Inox મૂવીઝએ પણ પોતાના ગ્રાહકોને વાપસ થિયેટર સુધી બોલાવવા માટે આલીશાન ઓફર આપી રહ્યા છે.
શું છે Inoxની ઓફર?
Inox મૂવીઝે પોતાની પ્રાઇવેટ સ્ક્રીનિંગ શરૂ કરી છે. કંપનીની માફક ઓફર શરૂ કરી દીધી છે કે હવે તમે પોતાના પ્રાઇવેટ થિયેટર બુક કરી શકો છો ફક્ત 2999 રૂપિયામાં તમે આખુ થિયેટર બુક કરીને પોતાના મિત્રો, પરિવાર સાથે ફિલ્મની મજા માણી શકો છો. આ ઓફરમાં ઓછામાં ઓછા બે લોકો હોવા જરૂરી છે. મેક્સિમમ સંખ્યા થિયેટરની પુરી ક્ષમતાની 50 ટકા હશે.
પોતાની મરજી અનુસાર બુકિંગ
રસપ્રદ વાત એ છે કે દર્શક પોતાના ટાઇમ અને દિવસના અનુસાર આ બુકિંગ કરી શકો છો. સાથે જ કોઇ નવી કે જૂની ફિલ્મ જોવી છે તે દર્શક નક્કી કરી શકે છે. Inoxના ટ્વીટના અનુસાર પ્રાઇવેટ સ્ક્રીનિંગ બુક કરીને તમે પોતાના ખાસ અવસરોને સેલિબ્રેટ કરી શકે છે. Inoxનો દાવો છે કે આ સંપૂર્ણ પુરી રીતે સુરક્ષિત અને સેનિટાઇઝ્ડ હશે.
આયનોક્સના ડાયરેક્ટર સિદ્ધાર્થ જૈનના અનુસાર આ ઓફરનો ફાયદો ઉઠાવનાર આખુ થિયેટર બુક કરી શકો છો. કોવિડ 19ના લીધે આવેલા બદલાવ બાદ સુરક્ષાની દ્વષ્ટિએ આ પગલું ભરવામાં આવી રહ્યું છે. હવે ગ્રાહક પોતાની ફેમિલી અથવા મિત્રો સાથે સુરક્સાની ચિંતા કર્યા વિના આરામથી ફિલ્મનો આનંદ માણી શકો છો. થિયેટરમાં ફક્ત પોતાના લોકો હોવાથી તેમને સોશિયલ ડિસ્ટેસિંગની ચિંતા રહેશે નહી.
કેવી રીતે થશે બુકિંગ?
કંપનીના અનુસાર પ્રાઇવેટસ્ક્રિંનિંગની સુવિધા દેશભરમાં હાલ આયનોક્સના દરેક થિયેટરમાં હશે. બુકિંગ માટે કંપનીને tickets@inoxmovies.com ને મેલ મોકલવો પડશે. આ મેલમાં પ્રાઇવેટ સ્ક્રીનિંગને લઇને પુરી જાણકારી આપવી પડશે. જેમ કે ક્યારે મૂવી જોવા માંગો છો, કઇ મૂવી જોવા માંગો છો. કંપની તમારા મન અનુસાર તમામ અરેંજમેન્ટ કરી દેશે. કોરોના વાયરસના કારણે તમામ થિયેટરમાં લોકો નથી આવી રહ્યા. ઓડિયન્સને આકર્ષિત કરવા માટે જ કંપનીએ આ ઓફર કાઢી છે. તેનાથી કંપનીને ફાયદો થશે અને ગ્રાહકોને પોતાની સુરક્ષાની ચિંતા રહેશે નહી.
ગાઇડલાઇન્સ સાથે ખુલ્યા થિયેટર્સ
તમને જણાવી દઇએ કે 15 ઓક્ટોબરથી થિયેટર્સને ખોલવાની અનુમતિ આપવામાં આવી છે. પરંતુ તેના માટે કેટલીક શરતો અને નિયમોનું પાલન કરવું પડશે. સિનેમાહોલ, થિયેટર, મલ્ટીપ્લેક્સ 50 ટકા સુધી સીટિંગ ક્ષમતા સાથે ખોલી શકો છો. સિનેમા હોલની અંદર સોશિયલ ડિસ્ટેસિંગ માટે એક સીટ પરથી બીજી સીટ પર નિશાન લગાવવામાં આવ્યા હતા, જેથી સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું પડશે. જોકે અત્યારે સિનેમા હોલની અંદર ફિલ્મ જોનારાઓની સંખ્યા ઓછી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે