મોદી સરકાર માટે વધુ એક સારા સમાચાર, 2018-19 માં 7.3% રહેશે વિકાસ દર
Trending Photos
નવી દિલ્હી: સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા વર્ષ 2018-19માં ભારતીય અર્થવ્યવસ્થાના 7.2 ટકા પર રહેવાની આશા વ્યક્ત કર્યા બાદ મોદી સરકાર માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. હવે વર્લ્ડ બેંક દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે ભારત વર્ષ 2018-19માં દુનિયામાં સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાવાળો દેશ બની રહેશે. મંગળવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં વર્લ્ડ બેંકે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો જીડીપી 7.3 ટકાના દરે વધશે. તો બીજી તરફ ચીનનો વિકાસ દર 6.3 ટકા રહેવાની આશા છે.
ભારત સારી તસવીર બતાવવામાં આવી
'ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ્સ: 'ડાર્કનિંગ સ્કાઇઝ' રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલના નાણાકીય વર્ષમાં મોટાભાગે વિશ્વની અર્થવ્યવસ્થાઓની ગતિ ધીમી રહેશે. જોકે આ રિપોર્ટમાં ભારત અને દક્ષિણ એશિયા ક્ષેત્ર માટે સારી તસવીર બતાવવામાં આવી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લાગૂ કર્યા બાદ મોદી સરકારના નિર્ણય પર વર્લ્ડ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, 'ભારતમાં જીએસટીની હાલની શરૂઆત અને નોટબંધીના પગલાંને અનૌપચારિક ક્ષેત્રોને ઔપચારિક ક્ષેત્રમાં બદલવા માટે પ્રોત્સાહિત કર્યું છે.'
અર્થવ્યવસ્થામાં ફરી આવી રહી છે તેજી
વર્લ્ડ બેંકના અનુસાર ભારતનો જીડીપી 2018-19 માં 7.3 ટકાના દરે આગળ વધી રહ્યો છે. આ આંકડા આગામી નાણાકીય વર્ષમાં 7.5 ટકા સુધી પહોંચી શકે છે. જીડીપીમાં આ વધારો થયો તે વપરાશ અને રોકાણનું પરિણામ છે. નોટબંધી અને જીએસટીના કારણે અસ્થાયી મંદી બાદ અર્થવ્યવસ્થામાં ફરી તેજી આવી રહી છે. વર્લ્ડ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2017માં ભારતની અર્થવ્યવસ્થામાં જીએસટી અને નોટબંધીના લીધે ઘટાડો આવ્યો હતો. 2017માં ચીનનો વિકાસ દર 6.9 ટકા રહ્યો, જ્યારે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.7 ટકા હતો. વર્લ્ડ બેંક પ્રોસ્પેક્ટ્સના ગ્રુપના ડાયરેક્ટર અહાન કોસે કહ્યું કે ભારતનો ગ્રોથ આઉટલુક હજુ પણ મજબૂત છે. ભારત હવે સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે