Share Market: નવા સપ્તાહમાં કેવી રહેશે બજારની ચાલ? જાણો કયા શેર પર રહેશે સૌની નજર

Stock Market News: શેરબજારમાં નવા સપ્તાહમાં શું થશે તે જાણવા માટે ઘણા રોકાણકારો આતુર છે. જોકે નવા સપ્તાહમાં કામકાજના દિવસો ઓછા હશે. ટૂંકા રજાના સપ્તાહમાં શેરબજારની હિલચાલ ફુગાવાના ડેટા, વૈશ્વિક પ્રવાહો અને વિદેશી ભંડોળની હિલચાલથી પ્રભાવિત થશે. તેમજ મંગળવારે સ્વતંત્રતા દિવસ નિમિત્તે શેરબજાર બંધ રહેશે.

Share Market: નવા સપ્તાહમાં કેવી રહેશે બજારની ચાલ? જાણો કયા શેર પર રહેશે સૌની નજર

Stock Market News: શેર બજારમાં સતત બદલાવ આવતો રહે છે. જેને પગલે રોકાણકારોએ પણ સતત તેની અપડેટ જાણવી પડે છે. હવે માર્કેટ ક્લોઝ થતા, નવા સપ્તાહે કેવી રહેશે માર્કેટની ચાલ...કયા શેર મચાવશે માર્કેટમાં ધમાલ એ જાણવામાં સૌ કોઈને રસ હોય છે. મેક્રો ઇકોનોમિક સંકેતો, રૂપિયાની મૂવમેન્ટ અને FIIની પ્રવૃત્તિઓ આગામી દિવસોમાં બજારનું વલણ નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ રહેશે. સ્થાનિક સ્તરે ફુગાવાના આંકડા મહત્વપૂર્ણ છે. વૈશ્વિક સ્તરે, જાપાનના ફુગાવાના ડેટા, ચીનના IIP ડેટા અને યુએસ રિટેલ વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

શેરબજારમાં નવા સપ્તાહમાં શું થશે તે જાણવા માટે ઘણા રોકાણકારો આતુર છે. જોકે નવા સપ્તાહમાં કામકાજના દિવસો ઓછા હશે. ટૂંકા રજાના સપ્તાહમાં શેરબજારની હિલચાલ ફુગાવાના ડેટા, વૈશ્વિક પ્રવાહો અને વિદેશી ભંડોળની હિલચાલથી પ્રભાવિત થશે. તેમજ મંગળવારે સ્વતંત્રતા દિવસ નિમિત્તે શેરબજાર બંધ રહેશે.

નિષ્ણાતે જણાવ્યું હતું કે, “આગામી દિવસોમાં મેક્રો ઇકોનોમિક સંકેતો, રૂપિયાની મૂવમેન્ટ અને FIIની પ્રવૃત્તિઓ બજારનો ટ્રેન્ડ નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ રહેશે. સ્થાનિક સ્તરે ફુગાવાના આંકડા મહત્વપૂર્ણ છે. વૈશ્વિક સ્તરે, જાપાનના ફુગાવાના ડેટા, ચીનના IIP ડેટા અને યુએસના છૂટક વેચાણનું ધ્યાન રાખવામાં આવશે.

જુલાઈના જથ્થાબંધ અને છૂટક ફુગાવાના આંકડા સોમવારે જાહેર કરવામાં આવશે. માસ્ટર કેપિટલ સર્વિસિસ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અરવિંદર સિંહ નંદાએ જણાવ્યું હતું કે, "ભારતના WPI અને CPI ફુગાવાના ડેટા, નિકાસ અને આયાતના ડેટા પર આગામી દિવસોમાં નજીકથી નજર રાખવામાં આવશે. અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારતીય બજાર રેન્જ બાઉન્ડ રહેશે.

હિન્દુસ્તાન કોપર અને ITC આ સપ્તાહે તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે. ડોલર સામે રૂપિયાની ચાલ અને વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડની મુવમેન્ટ પણ શેરબજારોમાં ટ્રેડિંગને અસર કરશે.

તે જ સમયે, દેશની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી સાતના કુલ માર્કેટ વેલ્યુએશનમાં ગયા સપ્તાહે રૂ. 74,603.06 કરોડનો ઘટાડો થયો હતો. તેમાંથી સૌથી વધુ નુકસાન HDFC બેંકને થયું છે. ગયા અઠવાડિયે, BSE સેન્સેક્સ 398.6 પોઈન્ટ્સ અથવા 0.60 ટકા ઘટ્યો હતો. આ સમયગાળા દરમિયાન, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઈન્ફોસિસ અને ITCના માર્કેટ વેલ્યુએશનમાં ઘટાડો થયો હતો, જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, TCS અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં વધારો થયો હતો. (ઈનપુટ- સમાચાર એજન્સીની ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news