HOME LOAN ચૂકવ્યા બાદ NOC લેવું કેમ જરૂરી? જાણો NOC લેવાના ફાયદા

HOME LOAN ચૂકવ્યા બાદ NOC લેવું કેમ જરૂરી? જાણો NOC લેવાના ફાયદા

હોમ લોનના બધા હપ્તા ચૂકવ્યા બાદ જે શાંતિનો અનુભવ થાય છે, તેને ફક્ત હપ્તા ચૂકવનાર જ સમજી શકે છે. પરંતુ બધા હપ્તા ચૂકવવા જ પર્યાપ્ત નથી. ત્યારબાદ લોન આપનાર બેંક અથવા એબીએફસી દ્વારા એનઓસી લેવું પણ જરૂરી છે. કોઇ પ્રશ્ન પૂછી શકે છે કે જ્યારે પૂરી લોન ચુકવી દીધી છે, તો એનઓસી લેવું કેમ જરૂરી છે. 

અહીં અમે એનઓસી લેવાના ફાયદા તમને જણાવી રહ્યા છીએ

  1. એનઓસી પ્રમાણ છે કે કે હવે તમારા પર કોઇ દેણદારી બચી નથી
  2. એનઓસી લીધા બાદ ઘર સંપૂર્ણપણે તમારું થઇ જાય છે. બેંકનો પ્રોપર્ટી પર કોઇ ક્લેમ રહેતો નથી
  3. તમારા ક્રેડિટ સ્કોરમાં સુધારો થાય છે
  4. બીજી લોન મળી શકે છે
  5. તમે આ પ્રોપર્ટીને એનઓસી લીધા બાદ વેચી શકો છો.

એનઓસી દ્વારા જ લોન ક્લોઝ થાય છે
ઘણીવાર બધા હપ્તા ચૂકવ્યા બાદ પણ તમારા પર બાકી લેણું નિકળી શકે છે. તેનાથી બચવા માટે સમયસર એનઓસી લઇ લેવું જોઇએ. આ બેંક અથવા એનબીએફસી અને તમારા વચ્ચે એક કાનૂની દસ્તાવેજ છે કે હવે તમારી વચ્ચે કોઇ લેણું બાકી નથી. એટલા માટે નો ડ્યૂ સર્ટિફિકેટ પણ કહે છે.

એનઓસી લીધા બાદ જ તમારી પાછળની લોન ક્લોઝ માનવામાં આવે છે. એવામાં જો તમારે એનઓસી નથી લીધું તો ગત લોન પુરી રીતે સંપૂર્ણ રીતે ક્લોઝ ગણવામાં આવતી નથી અને તમારા ક્રેડિટ સ્કોર પર એટલી અસર જોવા મળશે. એનઓસી લેવાથી તમારો ક્રેડિટ સ્કોર સારો થાય છે. 

સામાન્ય રીતે એનઓસી ગ્રાહકના પત્તા પર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. એટલા માટે સુનિશ્વિત કરી લો કે તમારું એડ્રેસ અને મોબાઇલ નંબર યોગ્ય છે. જો તમે પ્રોપર્ટી પર વીમો કરાવ્યો છે, તો કોઇપણ પ્રકારનો ક્લેજ કર્જદાતાને આપવામાં આવશે, પરંતુ જો તમને એનઓસી લઇ લીધી છે, તો ક્લેમ સીધો તમને આપવામાં આવશે. એટલા માટે જો લોન પુરી કરી દીધી છે, તો પછી એનઓસી લેવાનું ભૂલશો નહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news