લિસ્ટિંગના દિવસે તોફાન મચાવશે આ IPO, દરેક શેર પર 75 રૂપિયાના નફાના સંકેત

IKIO નો આઈપીઓ માટે ઈશ્યૂ પ્રાઇઝ 270થી 285 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. તે માટે અરજી 6 જૂનથી 8 જૂન સુધી કરી શકાય છે. એન્કર એટલે કે મોટા ઈન્વેસ્ટરો માટે બોલી પાંચ જૂનથી ખુલશે. 
 

લિસ્ટિંગના દિવસે તોફાન મચાવશે આ IPO, દરેક શેર પર 75 રૂપિયાના નફાના સંકેત

નવી દિલ્હીઃ એલઈડી ઉત્પાદક, પંખાના ગેરુલેટર જેવા સામાન બનાવનારી કંપની IKIO લાઇટિંગની આઈપીઓ પર દાંવ લગાવવા ઈચ્છો છો તો આ તમારા તમારા માટે છે. આ આઈપીઓના ગ્રે માર્કેટ પ્રીમિયમથી સંકેત મળી રહ્યાં છે કે લિસ્ટિંગના દિવસે ઈન્વેસ્ટરોને મોટો નફો થશે. 

આઈપીઓની વિગતઃ IKIO ના આઈપીઓ માટે ઈશ્યૂ પ્રાઇઝ 270થી 285 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તે માટે ઈન્વેસ્ટરો 6 જૂનથી 8 જૂન સુધી દાંવ લગાવી શકશે. તો એન્કર એટલે કે મોટા રોકાણકારો માટે બોલી પાંચ જૂને ખુલશે. આઈપીઓ હેઠળ 350 કરોડના મૂલ્યના નવા ઈક્વિટી શેર જારી કરવામાં આવશે, જ્યારે ડાયરેક્ટર હરદીપ સિંહ અને સુરમીત કૌર 90 લાખ સુધી ઈક્વિટી શેર ઓફર ફોર સેલ હેઠળ રાખશે. 

ક્યાં થશે ફંડનો ઉપયોગ?
IPO માં મળેલી રકમનો ઉપયોગ લોનની ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ કાર્યો માટે કરવામાં આવશે. તેમાં લોનની ચુકવણી માટે 50 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે. કંપની 212.31 કરોડ રૂપિયાનો ઉપયોગ નોઇડામાં નવો પ્લાન્ટ બનાવવા માટે કરશે. આ સિવાય સંપૂર્ણ માલિકીવાળી કંપની IKIO Solutions ના સામાન્ય કોર્પોરેટ કાર્યો માટે કરવામાં આવશે. 

શું કરે છે કંપની?
IKIO લાઇટિંગ કંપની LED લાઇટિંગ સોલ્યુશન્સના પ્રોડક્શનની દિગ્ગજ કંપની છે. કંપનીનું ફોકસ ડિઝાઇન, ડેવલોપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ અને LED પ્રોડક્ટ્સની સપ્લાય કરે છે. કંપનીએ બનાવેલી દરેક પ્રોડક્ટ્સ આ બ્રાન્ડ દ્વારા ગ્રાહકો સુધી પહોંચે છે. 

ગ્રે માર્કેટની સ્થિતિઃ આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (જીએમપી) 75 રૂપિયા પ્રતિ શેર છે. તેમાં સતત વધારો થઈ રહ્યો છે.  IKIO લાઇટિંગના શેરની અંદાજીત લિસ્ટિંગ કિંમત 75 રૂપિયાના જીએમપી અનુસાર 360 રૂપિયા પ્રતિ શેર થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news