HDFC બેંકે લોન્ચ કરી મોબાઈલ બેન્કિંગ એપ, સિક્યોર અને ઝક્કાસ છે ફિચર્સ
તે ઉપભોક્તાઓને સમજવામાં આસાન 3 શ્રેણી- પે, સેવ એન્ડ ઈન્વેસ્ટના રૂપમાં ગ્રુપિંગ લેણદેણ દ્વારા સર્વ નાણાકીય અને ટેકનિકલ મુશ્કેલીઓ દૂર કરે છે. ગ્રાહકો ડેશબોર્ડ જોઈ શકે છે, જે બેન્ક પાસેની સર્વ અસ્કયામતો અને લાયેબિલિટીઓનો 360 ડિગ્રી ફાઈનાન્શિયલ સ્નેપશોટ આપે છે.
Trending Photos
નવી દિલ્હી: એચડીએફસી બેંકે આજે તેનું ભાવિ પેઢીનું મોબાઈલ બેન્કિંગ એપ રજૂ કર્યું, જે ઉપભોક્તાઓને ગમે ત્યાંથી તેમના બેન્ક ખાતાને આસાનીથી પહોંચ આપે છે. આ ભાવિ પેઢીનું એપ ગ્રાહકોને તેઓ જે રીતે જીવે છે તેમ બેંક વ્યવહાર કરવાની સુવિધા આપે છે. આ આસાન, જ્ઞાનાકાર નેવિગેશન છે અને તેમાં બહેતર સલામતી અને પહોંચ માટે બાયોમેટ્રિક લોગ ઈન જેવા ફીચર્સ છે.
તે ઉપભોક્તાઓને સમજવામાં આસાન 3 શ્રેણી- પે, સેવ એન્ડ ઈન્વેસ્ટના રૂપમાં ગ્રુપિંગ લેણદેણ દ્વારા સર્વ નાણાકીય અને ટેકનિકલ મુશ્કેલીઓ દૂર કરે છે. ગ્રાહકો ડેશબોર્ડ જોઈ શકે છે, જે બેન્ક પાસેની સર્વ અસ્કયામતો અને લાયેબિલિટીઓનો 360 ડિગ્રી ફાઈનાન્શિયલ સ્નેપશોટ આપે છે. 120થી વધુ લેણદેણ એપ પર ઉપલબ્ધ છે, જે મોજૂદ નેવિગેશન અને ઉપયોગની શૈલી સાથે ગ્રાહક સંશોધન અને પ્રતિસાદનો સઘન અભ્યાસ કરવાને આધારે પસંદ કરવામાં આવ્યું છે. મોબાઈલ બેન્કિંગ એપનો ડેમો જોવા માટે અહીં ક્લિક કરો
ભાવિ પેઢીના મોબાઈલ બેન્કિંગ એપની અમુક વિશિષ્ટતાઓઃ
- બહેતર સલામતી માટે ફિંગરપ્રિંટ અને ફેશિયલ રેકગ્નિશન (આઈફોન એક્સ) સાથે બાયોમેટ્રિક લોગ-ઈન.
- પે, સેવ, ઈન્વેસ્ટ જેવી ગ્રાહકોની જરૂરતોને આધારે આસાન નેવિગેશન.
- બિલ અને યુટિલિટીઝ પેમેન્ટ્સ પર એપ દ્વારા નોટિફિકેશન.
- ફંડ ટ્રાન્સફરને બદલે ટ્રાન્સફર મની જેવી બધી લેણદેણ માટે સરળ પરિભાષા.
- સ્માર્ટ અને જ્ઞાનાકાર ટેકનોલોજી, જે લેણદેણનું પ્રમાણ અને સમયને આધારે ચાતુર્યપૂર્ણ રીતે એનઈએફટી /આઈએમપીએસ અથવા આરટીજીએસ વચ્ચે પસંદગી કરે છે.
- કોઈ પણ સોશિયલ મિડિયા ચેનલ જેવા ગ્રાહકલક્ષી પ્રોફાઈલ પિક્ચર્સ.
- ગ્રાહકોના ઉપયોગ અને જરૂરતોને આધારે પર્સનલાઈઝ્ડ નોટિફિકેશન્સ અને ડિસ્પ્લે.
નવું બેન્કિંગ એપ નવી દિલ્હીમાં બેન્કના વાર્ષિક ડિજિટલ ઈનોવેશન સમિટ 2018માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ડિજિટલ ઈનોવેશન સમિટ બેન્ક માટે ટેકનોલોજી પર સવારી કરતી નાવીન્યપૂર્ણ પ્રોડક્ટો અને સેવાઓ પ્રદર્શિત અને રજૂ કરવા માટે ઉત્તમ કાર્યક્રમ છે.
બંને ભાવિ પેઢીનું મોબાઈલ બેન્કિંગ એપ અને ડીઆઈએસ 2018 બેન્ક દ્વારા ગ્રાહક અનુભવ બહેતર બનાવવા માટે સંભવિત એપ્લિકેશન માટે અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ લેવા માટે બેન્ક દ્વારા એકધારી રીતે કેન્દ્રિત રહેવાનો દાખલો છે. બેન્ક નવા એપના ફીચર્સ પર બગ ક્લિપર અને સેન્સફોર્થ જેવી ભૂતકાળની વિજેતાઓ સાથે જોડાણ કરીને ભાવિ પેઢીના એપ માટે ડીઆઈએસનો પણ લાભ લે છે.
ડીઆઈએસ 2018 ખાતે નવા લોન્ચ વિશે બોલતાં એચડીએફસી બેંકના ડિજિટલ બેન્કિંગના કન્ટ્રી હેડ નીતિન ચુઘે જણાવ્યું હતું કે આ ભાવિ પેઢીનું મોબાઈલ બેન્કિંગ એપ આસાન અને જ્ઞાનાકાર છે, જે તમને #બેન્કધવેયુલિવ (તમે જીવો તે રીતે બેંક વ્યવહાર કરો)ની સુવિધા આપે છે. અમે 2014માં ગંગી નદીના પટ પરથી અમારું સૂત્ર બેંક આપકી મુઠ્ઠી મેં રજૂ કર્યું ત્યારથી મોબાઈલની શક્તિને ઓળખી છે. આજે લોકો મોબાઈલનો જે રીતે ઉપયોગ કરે છે તેમાં સતત ઉત્ક્રાંતિ આવી રહી છે અને અમારી ભાવિ પેઢીનું એપ આ ઉત્ક્રાંતિ પ્રદર્શિત કરે છે. ભાવિ પેઢીનું એપ ગ્રાહકોના જીવનનો સતત હિસ્સો બનવા, તેમની જરૂરતોને સમજવા અને અસલ સમયનો અનુભવ આપે તેવી પ્રોડક્ટો અને સેવાઓ આપવા માટે તેના વર્તમાન પ્રવાસમાં બેન્ક દ્વારા વધુ એક નોંધનીય પગલું છે.
2014માં બેંકે વારાણસીમાં ગંગા નદીના પટ પરથી બેન્ક આપકી મુઠ્ઠી મેં સૂત્ર સાથે તેનો ડિજિટલ બેન્કિંગ પ્રવાસ launched કર્યો હતો. છેલ્લાં ચાર વર્ષમાં બેંક ગ્રાહકોના ઉપયોગ માટે ટેકનોલોજીનો લાભ લેતાં ઝડપી આગેકૂચ કરી છે. 2014માં મોબાઈલ બેન્કિંગ એપે સુવિધાનું વચન આપ્યું હતું. આજે ભાવિ પેઢીનું મોબાઈલ બેન્કિંગ એપ અમારા ગ્રાહકોને અનુભવ અને સલામતીનું વચન આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે