આરબીઆઈ અને સરકાર વચ્ચેનો વિવાદ હજી વધી શકે છે
આરબીઆઈ અને સરકારની વચ્ચે ગતિરોધ વધી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર વધુ વ્યાજ આપવા માટે નિયમોમાં ઢીલ આપવા અને 9.6 લાખ કરોડ રૂપિયાની આરક્ષિત રકમમાંથી ઓછામાં ઓછી એક તૃતિયાંશ રકમના હસ્તાનાંતરણ માટે કેન્દ્રીય બેંક પર દબાણ આપવું ચાલુ રહેશે. હાલના દિવસોમાં વિવિધ મુદ્દાઓને લઈને આરબીઆઈ અને સરકારની વચ્ચેની લાઈન વધુ મોટી થઈ ગઈ છે. સરકારે હાલમાં એનપીએ નિયમોને ઢીલ આપીને વ્યાજ સુવિધા વધારવા સહિત અનેક મુદ્દાઓના સમાધાન માટે આરબીઆઈ અધિનિયમના તે પ્રાવધાનનો ઉલ્લેખ કર્યો છે, જેનો ઉપયોગ પહેલા ક્યારેય કરાયો નથી.
Trending Photos
નવી દિલ્હી : આરબીઆઈ અને સરકારની વચ્ચે ગતિરોધ વધી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર વધુ વ્યાજ આપવા માટે નિયમોમાં ઢીલ આપવા અને 9.6 લાખ કરોડ રૂપિયાની આરક્ષિત રકમમાંથી ઓછામાં ઓછી એક તૃતિયાંશ રકમના હસ્તાનાંતરણ માટે કેન્દ્રીય બેંક પર દબાણ આપવું ચાલુ રહેશે. હાલના દિવસોમાં વિવિધ મુદ્દાઓને લઈને આરબીઆઈ અને સરકારની વચ્ચેની લાઈન વધુ મોટી થઈ ગઈ છે. સરકારે હાલમાં એનપીએ નિયમોને ઢીલ આપીને વ્યાજ સુવિધા વધારવા સહિત અનેક મુદ્દાઓના સમાધાન માટે આરબીઆઈ અધિનિયમના તે પ્રાવધાનનો ઉલ્લેખ કર્યો છે, જેનો ઉપયોગ પહેલા ક્યારેય કરાયો નથી.
આરબીઆઈ કાયદાની ધારા 7 અંતર્ગત સરકાર ઈચ્છે છે કે, આરબીઆઈ ગર્વનર ઉર્જિત પટેલ ત્રણ ચિંતાઓ દૂર કરે. આ ચિંતાઓ અધિશેષ કોષ, વ્યાજ અને વૃદ્ધિને ગતિ આપવા માટે એનપીએ નિયમોમાં ઢીલ તથા બિન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ સામે નકદી સંકટને દૂર કરવા સાથે જોડાયેલ છે. આરબીઆઈ નિર્દેશક મંડળની 19 નવેમ્બરના રોજ આયોજિત થનારી બેઠકમાં આ મુદ્દાને ઉઠાવવાની સંભાવના છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર વ્યાજ સુવિધા વધારવા માટે એનપીએ નિયમોમાં ઢીલ આપવા અને 9.6 લાખ કરોડ રૂપિયાની વધારાની રકમમાંથી ઓછોમાં ઓછી એક તૃતિયાંશના હસ્તાનાંતરણ માટે સરકાર પર દબાણ બનાવવું જરૂરી છે. મીડિયામાં ચાલી રહેલ ખબર અનુસાર, કેન્દ્રીય બેંક તેનાથી સહમત નથી અને તે પોતાના વહીખાતાને મજબૂત રાખવા માટે પોતાની પાસે લાભાંશ રાખવા માંગે છે.
19 નવેમ્બરના રોજ થશે આગામી બેઠક
આરબીઆઈના કેન્દ્રીય બોર્ડની 19 નવેમ્બરના રોજ પ્રસ્તાવિક બેઠકમાં ધમલા થઈ શકે છે. ગત 23 ઓક્ટોબરના રોજ મુંબઈમાં યોજાયેલી ગત બેઠકમાં ફાઈનાન્સ મંત્રાલય અને આરબીઆઈના મતભેદો ખુલીને બહાર આવ્યા હતા. આરબીઆઈના બોર્ડમાં સામેલ સકરારના પ્રતિનિધિ આગામી બેઠકમાં ફાઈનાન્સ મંત્રાલય તરફથી રાખવામાં આવેલ છ સૂચનને માનવા માટે કેન્દ્રીય બેંકને મનાવવાનો પ્રયાસ કરશે. મંત્રાલયે ગત 10 ઓક્ટોબરના રોજ લખેલ પત્રમાં રિઝર્વ બેંકના ગર્વનર ઉર્જિત પટેલને આ સૂચન આપ્યા હતા. આ પત્રમાં આરબીઆઈ અધિનિયમની ધારા 7ના પ્રાવધાનોના ઉપયોગ કરતા આરબીઆઈના ગવર્નરની સાથે પરામર્શનો ઉલ્લેખ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે