સોના-ચાંદીની કિંમતમાં લાગી આગ, ચાંદીમાં 1783 રૂપિયાનો વધારો, જાણો શું છે સોનાની કિંમત

Gold Price 1 December: લગ્નની ચાલી રહેલી સીઝન વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઝટકો લાગ્યો છે. 22 કેરેટ સોનું પણ 50 હજારને પાર પહોંચી ગયું છે. જ્યારે ચાંદીના ભાવમાં 1783 રૂપિયાનો વધારો થયો છે. 

સોના-ચાંદીની કિંમતમાં લાગી આગ, ચાંદીમાં 1783 રૂપિયાનો વધારો, જાણો શું છે સોનાની કિંમત

નવી દિલ્હીઃ Gold Price 1 December: લગ્નની સીઝનમાં સોના-ચાંદી ખરીદવા ઈચ્છતા લોકોને ઝટકો લાગ્યો છે, કારણ કે આજે સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો થયો છે. આજે એટલે કે ગુરૂવારે સોની બજારમાં 24 કેરેટ સોનું 343 રૂપિયા મોંઘી થઈને 53120 રૂપિયા પર ખુલ્યું હતું. હવે શુદ્ધ સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટથી 56254 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી માત્ર 3134 રૂપિયા સસ્તું રહી ગયું છે. જ્યારેચાંદી પોતાના બે વર્ષ પહેલાના ઉચ્ચ રેટ 76008 રૂપિયા પ્રતિ કિલોથી હવે માત્ર 12325 રૂપિયા સસ્તી છે. 

નોંધનીય છે કે સોના-ચાંદીના આ ભાવ આઈબીજેએ દ્વારા જાહેર કરાયેલા એવરેજ રેટ છે, જે ઘણા શહેરો માટે છે. તેના પર જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ લાગ્યો નથી. બની શકે કે તમારા શહેરમાં સોના-ચાંદીના આ રેટથી 500થી 2000 રૂપિયા સુધી મોંઘી કે સસ્તું મળી રહ્યું હોય.

જીએસટી સહિત સોનાનો નવો ભાવ
આજે સોની બજારમાં સોનાનો જીએસટી સહિત એવરેજ હાજર ભાવ 54734 રૂપિયા છે. તેમાં 99.99 ટકા સોનું હોય છે અને તેના કોઈ આભુષણ બનાવતા નથી. તો 23 કેરેટ ગોલ્ડની એવરેજ કિંમત હવે જીએસટી સાથે 54494 રૂપિયા છે. આજે તે 52907 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટથી ખુલ્યો હતો. તેમાં 95 ટકા સોનું હોય છે. જો તેમાં જ્વેલર્સનો નફો જોડી લેવામાં આવે તો તે 60184 રૂપિયા પડશે. જ્વેલરી મેકિંગ ચાર્જની સાથે તે 62500 રૂપિયાની નજીક પહોંચી જશે. 

22 કેરેટ ગોલ્ડની કિંમત 48658 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. હવે 3 ટકા જીએસટી સાથે તેની કિંમત 50117 રૂપિયા છે. તેમાં 85 ટકા સોનું હોય છે. જ્વેલરી મેકિંગ ચાર્જ અને જ્વેલરનો નફો જોડ્યા બાદ તે તમને આશરે 61800 રૂપિયામાં પડશે. જ્યારે 18 કેરેટ ગોલ્ડની કિંમત 39840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને જીએસટી સાથે તેની કિંમત હવે 41035 રૂપિયા થઈ ગઈ છે. તેમાં 75 ટકા સોનું હોય છે. જ્વેલરી મેકિંગ ચાર્જ અને નફો જોડીને તે 51800 રૂપિયામાં પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news