Gold Rate Today: સોનામાં શું ઉથલપાથલ ચાલી રહી છે? આજે પાછા ભાવ ઘટ્યા, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ

આજે આજે શરાફા બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં પાછો ઘટાડો જોવા મળ્યો છે. જો કે ચાંદીમાં મામૂલી તેજી જોવા મળી છે. જાણો આજના સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ....

Gold Rate Today: સોનામાં શું ઉથલપાથલ ચાલી રહી છે? આજે પાછા ભાવ ઘટ્યા, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ

ગઈ કાલે સવારે સોનામાં ભાવ તૂટ્યા હતા અને સાંજે બજાર બંધ થતા સુધીમાં ભાવ 101 રૂપિયા ચડીને 62348 પર બંધ થયો હતો પરંતુ આજે આજે શરાફા બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં પાછો ઘટાડો જોવા મળ્યો છે. જો કે ચાંદીમાં મામૂલી તેજી જોવા મળી છે. જાણો આજના સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ....

સોના ચાંદીના આજના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 70 રૂપિયા ગગડીને 62278 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે સોનાનો ભાવ 62348 રૂપિયાની સપાટીએ બંધ થયો હતો. 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 64 રૂપિયા તૂટીને 57047 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં મામૂલી તેજી જોવા મળી છે. 41 રૂપિયાના વધારા સાથે હાલ ચાંદીનો ભાવ પ્રતિ કિલો 71488 રૂપિયા છે. 

No description available.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news